થોડા દિવસ પહેલા જ ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઈએ નશાની હાલતમાં અકસ્માત કર્યો હતો અને તેમની કારમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. આ કેસમાં ભાજપ મહામંત્રીની કાર હોવાનું જગ જાહેર હોવા છતાં પોલીસે અજાણ્યો કાર ચાલક દર્શાવી ગુનો દાખલ કર્યો હતો. જેથી મહિલા આગેવાન સ્વાતી પટેલે પોલીસ તપાસ અને કાર્યવાહી ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઈને બચાવવા કરી હોવાનું જણાવ્યું હતું.
લાંબા સમય બાદ બારડોલી પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાતા લોકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. જેમાં નગરમાં રખડતાં ઢોરો સામે કાર્યવાહી, વકરતી ટ્રાફિક સમસ્યા સહિતના પ્રશ્નો ગાજયા હતા, ત્યારે હવે આ તમામ પ્રશ્નોનું પોલીસ દ્વારા હકારાત્મક ઉકેલ લવાશે કે, પછી દર વખતના લોક દરબારની જેમ સમસ્યાઓ માત્ર ચર્ચા પૂર્તિ જ રહી જશે તે જોવું રહ્યું.