રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિમાં અસરગ્રસ્ત પરિવારના વારસદારોને મદદરુપ થવા માટે અમલી આકસ્મિક મૃત્યું સહાય યોજના અંતર્ગત આ બન્ને મૃતકોના પરિવારોને જિલ્લાના પ્રભારી અને શહેરી ગૃહ નિર્માણ અને નર્મદા જળસંપત્તિ વિભાગના રાજયપ્રધાન યોગેશ પટેલના હસ્તે રૂપિયા 4 -4 લાખની સહાય કરવામા આવી હતી. પ્રભારી પ્રધાને ખોગળ ગામે સ્વ.નુરીબેનના પરિવારની મુલાકાત લઈ રૂપિયા ૪ લાખનો ચેક તથા સોનગઢ તાલુકા પંચાયત ખાતે સ્વ.માલુબેનના પરિવારને રુ.પિયા 4 લાખનો ચેક અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
આ ઉપરાંત અન્ય યોજનાઓ હેઠળ મળવાપાત્ર સહાય પણ તાત્કાલિક ચુકવવા અધિકારીઓને સુચના આપી હતી. સરકાર કુદરતી આપત્તિમાં સતત પ્રજાની પડખે રહી છે. વાવાઝોડા-વરસાદથી જિલ્લામાં થયેલા નુકસાનની વિગતો મેળવી પ્રાથમિક સર્વેની કામગીરી પૂર્ણ કરી અસરગ્રસ્તોને જરૂરી મદદ તાત્કાલિક પુરી પાડવામાં આવશે.
આ દરમિાયન કલેક્ટર આર.એસ.નિનામા, વ્યારા પ્રાંત તુષારભાઇ જાની, નાયબ પોલિસ અધિક્ષક સંજય રાય, યોજનાસહ તાલુકા વિકાસ અધિકારી, સોનગઢ મામલતદાર વસાવા, જિલ્લા પક્ષ પ્રમુખ જયરામ ગામીત, પક્ષ મહામંત્રી રાજેન્દ્રસિંહ કુંવર સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.