તાપી: જિલ્લાનો દક્ષિણ સોનગઢ વિસ્તારના ( Water problem in Tapi)કેટલાક ગામો હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે, અહીં જાન્યુઆરી-ફેબ્રુઆરી માસથી જ પીવાના પાણી સમસ્યાનો વિકટ (Water Crisis in Gujarat)સામનો અહીં વસતા લોકો કરવો પડે છે. અહીં આવેલા મોટાભાગના બોર, કુવા, હેન્ડપંપ ,ચેકડેમ સુકાઈ ગયા છે. જેને પગલે ત્યાં ગરીબ આદિવાસીઓએ પાણીને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ અહીં ખેડૂતોએ સામાન્ય ખર્ચે કૂવા રિચાર્જ કરી Water Problem હલ કરી દીધો
પાણી માટે કલાકો ઉભા રહેવાની નોબત - આ વિસ્તારના લોકો પાણી લઈને હેમંશા દુવિધામાં જોવા મળે છે. જેથી ખેતી પશુપાલન પર નભતા આ વિસ્તારના લોકોએ ખેતી કરવી તો દૂર રહી જાય છે, પરંતુ પોતાના પાલતુ પશુઓને બચાવવાને માટે દૂર દૂર સુધી ધગધગતા તાપમાં પગપાળા ચાલી પાણી પીવડાવવા જવું પડે છે. બીજી તરફ ગામમાં એક કે બે હેન્ડપમ્પમાં જ પાણી આવતું હોવાને લઈને ગ્રામજનો ધગધગતા તાપમાં પોતાના નાના બાળકો સાથે એક બેડાં પાણી માટે કલાકો ઉભા રહેવાની નોબત આવે છે.
નળ સે જળ યોજના - તંત્રના જવાબદારો સબ સલામતના બણગા ફૂંકે છે. પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે પણ હજુ કેટલાય ગામો એવા છે, કે જ્યાં પાણીને લઈને પરિસ્થિતિ જેવીને તેવી જ છે. હાલ તો તંત્ર દ્વારા દક્ષિણ સોનગઢના (Water problem in South Songadh )વડપાડા, ઉમરડા, આમ્લગુંડી ગામોનું હાલ સર્વે કરી બોર ઊંડા કરવાની તેમજ નળ સે જળ યોજના અંતર્ગત પંપમાં પાણી લાવાની કામગીરી હાલ કરવામાં આવી રહી જ્યારે ગામના આગેવાનો દ્વારા પીવાના પાણીની યોજના તો બનાવામાં આવે છે પરંતુ તે સફળ થતી નથી જેથી આવી યોજનાઓ પર સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થાય તેવી માંગ ગ્રામજનોની છે.
આ પણ વાંચોઃ Water problem in Kutch: કચ્છના ખેડૂતોએ કેમ બાયો ચડાવી, માંગ ના સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતના ધરણાં
દર વર્ષે પાણી માટે દર દર ભટકવાનો વારો - દર વર્ષે ઉનાળાની સીઝનમાં પાણીની વિકટ સમસ્યાથી ઝઝૂમતા આદિવાસી પંથક એવા તાપી જિલ્લાના દક્ષિણ સોનગઢ વિસ્તારના ગરીબ આદિવાસી લોકોએ ભારે હાલાકીઓને સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતથી સ્થાનિક નેતાઓથી લઈને તંત્રના જવાબદારો પણ સારી રીતે વાકેફ છે. પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે આ વિસ્તારના લોકોએ દર વર્ષે પાણી માટે દર દર ભટકવાનો વારો આવે છે.