તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જામકી ગામે 19મી માર્ચના રોજ મોડી સાજના સમયે વેસ્ટ બેંગોલની ટ્રકને આંતરી મોટરસાઇકલ પર સવાર ત્રણ ઈસમો ડ્રાઇવરનીહત્યા કરી નાશી છૂટ્યા હતા. જેની તપાસમાં જિલ્લા પોલીસની તમામ બ્રાન્ચ કામે લાગીને બે દિવસોના અંદર ક્રૂર હત્યારાઓની ટોળકીને ઝડપી પાડી છે.
નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રકને આંતરી તેમાં સવાર ટ્રક ચાલક અને તેના ક્લીનરને ચપ્પુની અણીએ ધાક-ધમકી આપતી સોનગઢની હુઝર મોહમ્મદ પઠાણ, મહોમદ માઆઝ ઉર્ફે ટાઇગર મોહમદ અલી સૈયદ તેમજ આતીફ સઈદ અહમદ સૈયદની ટોળકીને ટ્રક ચાલકની હત્યાના બીજા દિવસે ફરી લૂંટ કરવા જતા ઝડપી પાડી હતી. આ ગેંગનો એક સાગરિક ભૂતકાળમાં પણ અન્ય ગુનાઓમા સંડોવાયેલા છે. ત્યારે આ ગેંગમાં અન્ય સાગરીતોની વધુ તપાસ હાથ ધરી છે.