મોદી સરકાર અને રૂપાણી સરકારનું આગામી દિવસોમાં બજેટ રજૂ થનારુ છે. ત્યારે દરેક ક્ષેત્ર સરકારના બજેટ માટે અપેક્ષા રાખીને બેઠું છે. ત્યારે સુરત જિલ્લાની વાત કરી એ તો ખેતી માટે ખાંડ ઉદ્યોગ મહત્વનો છે. ઘણા લાંબા સમયથી ખાંડ ઉદ્યોગના અનેક પડતર પ્રશ્નો રહ્યા છે. ત્યારે આવનારા બજેટમાં કૃષિનું અલગ બજેટ બનાવવા માગ કરી હતી. તેમજ ખાંડ ઉદ્યોગમાં વર્તમાન ભાવોની MRPમાં ફેરફાર, બફર સ્ટોક અંગે યોગ્ય નીતિ બનાવાય તેવી માગ કરી હતી.
બારડોલીમાં અલગ યુનિવર્સીટી અને કોલેજો સ્થપાય છે. ત્યારે સરકાર પ્રાથમિક અને સ્નાતક શિક્ષણમાં ધરખમ ફેરફાર કરી યોગ્ય નીતિ બનાવે જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે. સાથે જ મૂળભૂત પ્રશ્નો અંગે જાગૃતિ રૂપ શિક્ષણમાં વિશેષ ધ્યાન અપાય તેવું જણાવ્યું હતું.
ખેતી શિક્ષણ સાથે વ્યાપાર. ઉદ્યોગ પણ બાકાત રહી શકતું નથી. કારણ અંતિમ વર્ષોમાં નોટબંધી, GSTના નિર્ણયોથી સારા નબળા બંને પાસા જોવા મળ્યા હતા. અને આવા નિર્ણયોથી વ્યાપારની પણ માઠી અસર સુરત જિલ્લામાં જોવા મળી હતી. GSTમાં સરળતા ટેક્સમાં યોગ્ય બંધારણ લાઇ આવવા માગ કરી હતી.
દરેક ક્ષેત્રમાં આવનાર બજેટ માટે ઘણી આશા અને અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. ત્યારે તમામ વર્ગો અને ક્ષેત્રોને સરકાર કેટલું મહત્વ આપશે અને બજેટ થકી પ્રશ્નોનું નિવારણ લાવશે કે કેમ તે હવે જોવું રહ્યું છે.