ETV Bharat / state

Mann Ki Baat: સીઆર પાટીલે કાર્યકરો સાથે સાંભળ્યો 'મન કી બાત' કાર્યક્રમ, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું કર્યું લોકાર્પણ - Mann Ki Baat program with workers

વાલોડના બુટવાડા ખાતે મન કી બાત કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહ્યા હતા. તેમને વાલોડની પહેલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. તાપીના વાલોડ તાલુકામાં પહેલી અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ બની છે ICU અને સ્પેશિયલ રૂમ સાથેની હોસ્પિટલ છે

cr-patil-listens-to-mann-ki-baat-program-with-workers-launches-multi-specialist-hospital

author img

By

Published : Jun 18, 2023, 8:46 PM IST

સીઆર પાટીલે કાર્યકરો સાથે સાંભળ્યો 'મન કી બાત' કાર્યક્રમ

તાપી: જિલ્લામાં ફરી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલએ વાલોડ તાલુકાની મુલાકાત લીધી હતી. પહેલા તેમણે બૂટવાડા ગામે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની મન કી બાત કાર્યક્રમ રાજ્યકક્ષાના પ્રધાન મુકેશભાઈ પટેલ સહિતના બીજેપી આગેવાનો, ધારાસભ્યો અને કાર્યકરો સાથે સાંભળી અને નિહાળી હતી. સાથે વાલોડ ખાતે પહેલીવાર શરૂ થનાર મલ્ટી કેર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું.

મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું કર્યું લોકાર્પણ

લોકોની સુવિધાઓમાં વધારો: તાપીના વાલોડ તાલુકામાં પહેલી અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ બની છે ICU અને સ્પેશિયલ રૂમ સાથેની હોસ્પિટલ છે આ વિસ્તાર ના લોકો માટે આ હોસ્પિટલ ખૂબ ફાયદા કારક અને ઉપયોગી રહેશે. વાલોડ તાલુકા માં પહેલા આવી અધ્યતન સુવિધાઓ વાળી હોસ્પિટલ ન હતી જેથી સ્થાનિકો અને આજુ બાજુ ના ગામોમાં રહેતા લોકોએ બારડોલી, સુરત સુધી ઈલાજ કરાવવા જવું પડતું હતું અને બીજા સહેરોમાં ઈલાજ કરાવવું પડતું હતું.

લોકો મોટી સંખ્યામાં હાજર: મલ્ટીકેર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માં ICU અને સ્પેશિયલ રૂમો રાખવામાં આવ્યા છે જેમાં પૂર્તિ સુવિધાઓ રાખવામાં આવી છે. જેથી સ્થાનિકોમાં ખુશી અનુભવાય રહી છે અને મોટી સંખ્યામાં હોસ્પિટલના લોકાર્પણમાં સ્થાનિકો અને આજુ બાજુના ગામડાઓના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આશા વ્યક્ત કરી હતી કે આ હોસ્પિટલના ડોક્ટરો ખૂબ સારી રીતે ઈલાજ કરે.

મન કી બાત કાર્યક્રમને લઈને લોકોમાં તાલાવેલી: આ વેળાએ તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું વાલોડ તાલુકાના બુટવાડા ગામે 1500 થી 2000 જેટલી કાર્યકરોની સંખ્યામાં મન કી બાત કાર્યક્રમ નિહાળવાનો મોકો મળ્યો છે. મન કી વાત કાર્યક્રમ સંભાળ માટે જે લોકો તાલાવેલી કરે છે તેનાથી એવું એવું લાગે છે કે આ કાર્યક્રમ ખૂબ લોકપ્રિય કાર્યક્રમ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બિન રાજકીય રીતે સફળતાપૂર્વક મન કી બાત કાર્યક્રમ કરી દેશના યુવાનો ને નવી પ્રેરણા આપી રહ્યા છે. વધુમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાલોડ ખાતે નવી શરૂ થઈ રહેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એ આ વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન પુરવાર થશે.

  1. Ahmedabad Rathyatra 2023 : જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ, સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી
  2. Navsari news: નવસારી શહેર કોંગ્રેસમાં પડ્યું ભંગાણ, પ્રમુખે આપ્યું રાજીનામુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.