પુલ બન્યાનાં દસ વર્ષમાં જ કોઝવે જર્જરિત થઈ જતાં ધરાશાયી થવાના ભય નીચે અંદાજીત 2500થી વધુ વસ્તી ધરાવતાં વાલોડનાં નદીપારના બે ફળિયાનાં લોકોને અવરજવર માટે ત્રણથી ચાર કિમીનો લાંબો ચકરાવો લેવાની નોબત આવી છે. આ ઉપરાંત કોઝવેની બંને બાજુ કોઈપણ પ્રકારની રેલિંગ પણ તંત્ર દ્વારા બનાવવામાં ન આવતાં વાહનચાલકોને હંમેશા અવર જવર દરમિયાન કોઝવે પરથી નીચે પડી જવાની દહેશત જોવા મળે છે. જેને લઈ લોકો આ જર્જરિત પુલને તોડીને નવો પુલ બનવવાની માંગ કરી રહ્યાં છે.
તાપીની વાલ્મીકિ નદી પર પુલના સળિયા દેખાયા, ભ્રષ્ટ્રાચારની આશંકા - Bridge
તાપીઃ જિલ્લામાં વાલોડની વાલ્મીકિ નદી પર આજથી દસ વર્ષે અગાઉ બનાવવામાં આવેલા પુલનાં સાત જેટલાં પાયાનાં સળિયા દેખાઇ આવતાં પુલનાં બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતાઓ દેખાય રહી છે. પુલનાં પાયા અત્યંત નબળા અને જર્જરિત થઈ જતાં ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે. જો કે પુલ ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતાના ભય વચ્ચે નાના વાહનચાલકો તેમજ આસપાસનાં લોકો અવરજવર કરી રહ્યાં છે.
પુલની જર્જરીત હાલત
પુલ બન્યાનાં દસ વર્ષમાં જ કોઝવે જર્જરિત થઈ જતાં ધરાશાયી થવાના ભય નીચે અંદાજીત 2500થી વધુ વસ્તી ધરાવતાં વાલોડનાં નદીપારના બે ફળિયાનાં લોકોને અવરજવર માટે ત્રણથી ચાર કિમીનો લાંબો ચકરાવો લેવાની નોબત આવી છે. આ ઉપરાંત કોઝવેની બંને બાજુ કોઈપણ પ્રકારની રેલિંગ પણ તંત્ર દ્વારા બનાવવામાં ન આવતાં વાહનચાલકોને હંમેશા અવર જવર દરમિયાન કોઝવે પરથી નીચે પડી જવાની દહેશત જોવા મળે છે. જેને લઈ લોકો આ જર્જરિત પુલને તોડીને નવો પુલ બનવવાની માંગ કરી રહ્યાં છે.
એન્કર : વાલોડની વાલ્મીકિ નદી પર આજથી દસ વર્ષે અગાઉ બનાવવામાં આવેલો ચેક ડેમ કમ કોઝવેનાં સાત જેટલાં પાયાનાં સળિયા પણ દેખાય આવતાં કોઝવેનાં બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતાઓ દેખાય રહી છે. કોઝવેનાં પાયા અત્યંત નબળા અને જર્જરિત થઈ જતાં ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે જો કે કોઝવે ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતાનાં ભય વચ્ચે નાના વાહનચાલકો તેમજ આસપાસનાં લોકો અવરજવર કરી રહ્યાં છે.
વી.ઓ : કોઝવે બન્યાનાં દસ વર્ષમાં જ કોઝવે જર્જરિત થઈ જતાં કોઝવે ધરાશાયી થવાના ભય નીચે અંદાજીત 2500 થી વધુ વસ્તી ધરાવતાં વાલોડનાં નદીપારના બે ફળિયાનાં લોકોને અવરજવર માટે ત્રણથી ચાર કિમીનો લાંબો ચકરાવો લેવાની નોબત આવી છે . આ ઉપરાંત કોઝવેની બંને બાજુ કોઈપણ પ્રકારની રેલિંગ પણ તંત્ર દ્વારા બનાવવામાં ન આવતાં વાહનચાલકોને હંમેશા અવર જવર દરમિયાન કોઝવે પરથી નીચે પડી જવાની દહેશત જોવા મળે છે. જેને લઈ લોકો આ જર્જરિત કોઝવેને તોડીને નવો પુલ બનવવાની માંગ કરી રહ્યાં છે.