ETV Bharat / state

જાણો કઈ રીતે થયો તાપી જિલ્લામાં સિકલ સેલના રોગમાં ઘટાડો...

તાપીના લોકોમાં ધીમે ધીમે સિકલ સેલ ( Sickle Cell ) રોગને લગતી જાગૃતિ આવી છે. આથી, જિલ્લામાં રોગના પ્રમાણ પણ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 5 વર્ષોમાં તાપી જિલ્લામાં રોગ અંગેની આરોગ્ય વિભાગ ( Health Department Tapi ) દ્વારા આપવામાં આવેલી જાગૃતિના કારણે આ કેસોમાં 60થી 65 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

Sickle cell disease
તાપી જિલ્લામાં સિકલ સેલનો રોગ
author img

By

Published : Jun 23, 2021, 5:08 PM IST

  • તાપી જિલ્લામાં છેલ્લા 5 વર્ષોમાં સિકલ સેલ રોગમાં ઘટાડો નોંધાયો
  • જિલ્લાના 7 તાલુકાઓમાં પહેલા કરતા 60થી 65 ટકા ઘટાડો
  • સગર્ભા મહિલા અને બાળકોને આપવામાં આવે છે પોષણયુક્ત આહાર

તાપી: લોકોમાં સિકલ સેલ રોગને લગતી જાગૃતિ આવે અને આ રોગનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે દર વર્ષેના જનજાગૃતિ કરવામાં આવે છે. ખાસ દક્ષિણ ગુજરાતમાં તાપી, આહવા અને ડાંગ જેવા વિસ્તારોમાં સિકલ સેલ ( Sickle Cell )ના કેસો સૌથી વધુ જોવા મળે છે, પરંતુ છેલ્લા 5 વર્ષોમાં તાપી જિલ્લામાં રોગ અંગેની જાગૃતિના કારણે આ કેસોમાં 60થી 65 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

જિલ્લામાં સિકલ સેલના રોગમાં ઘટાડો

જનજાગૃતિના કારણે સિકલ સેલના કેસોમાં ઘટાડો

દક્ષિણ ગુજરાતમાં તાપી, આહવા અને ડાંગ જેવા વિસ્તારોમાં લોકોમાં જાગૃતિના અભાવે અને કુપોષણનાં કારણે સિકલ સેલના કેસો વધુ જોવા મળતા હતા, પરંતુ છેલ્લા 5 વર્ષોમાં તાપી જિલ્લાના તાલુકાઓમાં પ્રતિવર્ષ સિકલ સેલના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં, વર્ષ 2017 વાલોડમાં તાલુકામાં સિકલ સેલના 12 કેસો હતા. જે 2021નાં ચાલુ વર્ષે શૂન્ય (0) છે. આજ રીતે ઉચ્છલ તાલુકામાં પણ ગત વર્ષની સરખામણીમાં કેસ શૂન્ય (0) છે. વર્ષ 2018માં તાપી જિલ્લાના તાલુકાઓ મળીને 103 જેટલા સિકલ સેલના કેસો હતા. તે ચાલુ વર્ષે માત્ર ચોવીસ (24) નોંધાયા છે.

Sickle cell disease
સિકલ સેલના રોગ વિશે

સગર્ભા મહિલા અને બાળકોને અપાઈ છે પોષણયુક્ત આહાર

લોકોમાં કુપોષણનું પ્રમાણ ઘટે તે માટે સગર્ભા મહિલા અને બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. તેના કારણે જ તાપી જિલ્લાના 7 તાલુકાઓમાં અત્યારે સિકલ સેલના દર્દીઓની સંખ્યામાં 60થી 65 ટકાનો ઘટાડો થયો છે.

તાપી જિલ્લાના 7 તાલુકાના સિકલ સેલના દર્દીઓની સંખ્યા

દર્દીઓની સંખ્યા
વર્ષ
તાલુકો20172018201920202021
વાલોડ1200090400
વ્યારા1423260806
ડોલવણ0721401403
સોનગઢ2228002110
ઉચ્છલ0800010700
નિઝર0617150302
કુકરમુંડા0314051103
કુલ 72 103 96 6824

સિકલ સેલ દર્દીઓ માટે તાપીમાં સુવિધાઓ

  • તાપી જિલ્લામાં દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલ સેલ દર્દીઓની વિના મુલ્યે સારવાર
  • આરોગ્ય કેન્દ્રો ખાતે સિકલ સેલ દર્દીઓ માટે ન્યુમોકોકલ વેક્સિન તથા હાઈડ્રોક્સીયુરીયા તેમજ જરૂરી વિનામુલ્યે દવા
  • તાપી જિલ્લામાં 14 સિકલ સેલ કાઉન્સેલરો દ્વારા દર્દીઓનું કાઉન્સેલીંગ અને રેગ્યુલર ફોલોઅપ, મમતા દિવસ પર કિશોરીઓ, સગર્ભા માતાનું કાઉન્સેલીંગ
  • સિકલ સેલ રોગના દર્દીઓ માટે ફોલીક એસીડની ગોળી, પેરામેડિકલ સ્ટાફ, સિકલ સેલ કાઉન્સેલર દ્વારા વિનામુલ્યે સારવાર
    Sickle cell disease
    સિકલ સેલના રોગ લક્ષણો

જિલ્લામાં 90 ટકા વસ્તીની સ્ક્રિનિંગની કામગીરી પૂર્ણ

તાપી જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. સ્નેહલ પટેલ કહે છે કે, આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવતા હોવાથી આ કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે પણ તાપી જિલ્લામાં 90 ટકા વસ્તીની સ્ક્રિનિંગની કામગીરી પૂર્ણ થઈ છે. જિલ્લામાં દરેક ગામના લોકોનું વારંવાર પ્રિરાયટલ કાઉન્સિલીંગ કરવામાં આવે છે. આ સાથે જ તમામ લોકોને ફોલિક એસિડની ગોળી તેમજ વિનામૂલ્યે ન્યુમોકોકલની વેકસીન તથા હાઇડ્રોક્સી યુરિયાની દવા આપવામાં આવે છે. સિકલ સેલના દર્દીઓને વેરા જનરલ હોસ્પિટલમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.

Sickle cell disease
સિકલ સેલના રોગની સારવાર

આ પણ વાંચો:

ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા સિકલસેલ દર્દી ફોલોઅપ કેમ્પ યોજાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.