- વાપીમાં તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ જાહેર
- પૂર્વ પ્રમુખના પત્ની જ પ્રમુખ બનાવ્યા
- પૂર્વ મહામંત્રીના ભાઈ ઉપપ્રમુખ બનાવ્યા
અત્યારે યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વલસાડ જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં ભાજપે પોતાના તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખના દાવેદાર સભ્યો પાસે ફોર્મ ભરાવી વિધિવત્ હોદ્દા ગ્રહણ કરાવ્યા હતાં. વાપી તાલુકામાં પંચાયતના પ્રમુખ તરીકે વાસંતી રાજેશ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે રજનીકાંત નારણ પટેલની વરણી કરવામાં આવી. ઉપસ્થિત ભાજપના આગેવાનોએ તેમને અભિનંદન પાઠવ્યા. વરણી પ્રસંગે વાપી તાલુકા ભાજપ પ્રમુખ સહિત વલસાડ જીલ્લા ભાજપના આગેવાનો આગેવાનો સહિત તમામ સદસ્યો, સરપંચો તથા ભાજપના હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યાં હતાં.
વધુ વાંચો : મહુવા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
નવા નિમાયેલા પ્રમુખ-ઉપપ્રમુખે પારદર્શક વહીવટનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વાપી તાલુકા પંચાયતમાં પણ ભાજપે ખાસ લોબીને જ હોદ્દાઓ આપ્યા છે. પ્રમુખ તરીકે વરણી પામેલા મહિલા પૂર્વ તાલુકા પ્રમુખના પત્ની છે. જ્યારે નવા વરાયેલ ઉપપ્રમુખ પૂર્વ તાલુકા મહામંત્રીનો ભાઈ છે. જેને ટિકીટ અપાવવા મહામંત્રીપદેથી રાજુનામું આપ્યું છે.
વધુ વાંચો : તળાજા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરાઈ