ભાજપની જ સરકાર અને ભાજપના જ આગેવાન દ્વારા સરકારના વિરુદ્ધમાં સોશિયલ મીડિયા પર લાંછણ લગાવતી પોસ્ટ કરતા સુરત જિલ્લાનું આંતરિક રાજકારણ ગરમાયુ હતું. બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવું ચૌધરીએ બારડોલીમાં ગાંજો અને દારૂ મોટા પાયે વેચાણ થાય છે, તેવી પોસ્ટ કરી હતી. હેલ્મેટ અને પી.યુ.સી જેટલા જરૂરી છે. કડકપણે આનો પણ અમલ કરવો જરૂરી છે, જેવી પોસ્ટ શેર કરી હતી. જે પોસ્ટના આધારે બારડોલી PIએ દેવું ચૌધરી અને કોમેન્ટ કરનાર બારડોલી તાલુકા યુવા ભાજપ પ્રમુખ જીત મિસ્ત્રીને સમન્સ મોકલી પોલીસ મથકે બોલાવ્યા હતા, દારૂ અને ગાંજો ક્યાં વહેંચાય છે, ત્યાં રેડ કરવાની તૈયારી બારડોલી પોલીસે બતાવતા દેવું ચૌધરી ફસાયા હતા. દેવું ચૌધરીએ સરકારની નિષ્ક્રિયતાના મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા જ જિલ્લા ભાજપના આગેવાનો પણ અકળાયા હતા.
બારડોલીમાં ગાંજો અને દારૂના અડ્ડાની માહિતી ન હોવા છતાં દેવું ચૌધરીએ સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ મૂકીને સ્થાનિક પોલીસ સહિત સરકારને બદનામ કરવાની કોશિશ કરી હતી.