ETV Bharat / state

બારડોલી સત્યાગ્રહઃ ગાંધીજીના અહિંસક વિચારને સરદાર સાહેબે ચરીતાર્થ કર્યો - Tapi

બારડોલીઃ સમગ્ર ભારતમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાવામાં આવી અને આજે આપણો દેશ ગાધીજીની 150મી જન્મજંયતિ ઉજવી રહ્યો છે, ત્યારે આઝાદીની લડતની શરૂઆત 1928માં બારડોલીથી થઈ હતી. જેનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. ગાંધીજીએ પછાત અને ગરીબ ખેડૂતો પર થતા અન્યાય સામે બિહારના ચંપારણ અને ગુજરાતના ખેડામાં આદોલનો કર્યાં હતાં. આ બંને ચળવળને પરિણામે ખેડૂતોને આર્થિક અને નાગરિક અધિકાર મળ્યાં હતાં, ૧૯૨૦માં ગાંધીજીની આગેવાની હેઠળ અસહકારની ચળવળ શરૂ થઈ. આજે આપણે બારડોલી સત્યાગ્રહ વિશે વાત કરીશું.

Bardoli Satyagrah
author img

By

Published : Aug 19, 2019, 11:03 AM IST

સત્યાગ્રહની શરૂઆત એમ થઈ કે, અંગ્રેજ સરકારે ખેડૂતો પર 30 ટકા વધારાનો કર લાધ્યો હતો. જેના વિરુદ્ધમાં સરદારે બારડોલીથી અહિંસક ચડવળ ચાલાવી હતી. જેમાં કરોડો ભારતીયો બ્રિટિશ સરકાર વિરુદ્ધ મેદાને ચડ્યાં અને આ અસહકારની ચળવળે દેશની જનતામાં એક નવી ચેતનાનો સંચાર પુર્યો. લોકોએ ન્યાયાલયથી લઈ વિવિધ સરકારી સેવાઓ અને બ્રિટિશી કાપડનો બહિષ્કાર કર્યો હતો. આ ચળવળ દરમ્યાન ૧૯૨૨માં ચૌરી ચોરા ગામમાં એક ક્રોધે ભરાયેલા ટોળાએ અમુક પોલીસ પર હુમલો કર્યો અને આગળ જતા આ આંદોલને હિંસક રૂપ ધારણ કરી શકે તેમ લાગતાં ગાંધીજીએ અસહકારની ચળવળને પાછી ખેંચી લીધી, ત્યાર બાદ ગાંધીજીની અટકાયત કરવામાં આવી અને ૬ વર્ષના કરાવાસની સજા થઈ.

બારડોલી સત્યાગ્રહઃ ગાંધીજીના અહિંસક વિચારને સરદાર સાહેબે ચરીતાર્થ કર્યો

આમ, 1928માં મહાખેડૂત આંદોલન થયું હતું. જેનું નેતૃત્વ સરદાર પટેલે કર્યું અને આ ચડવળને સમગ્ર ભારતમાં 'બારડોલાઇસ ઇન્ડિયા' તરીકે ઓળખવામાં આવી છે. સરદાર પટેલના નેતૃત્વમાં સમગ્ર દેશમાંથી હજારો સ્વતંત્ર સેનાની બારડોલીમાં એકત્ર થયા અને સેનાને આશય આપવા માટે બારડોલીમાં જ સરદાર સાહેબે આશ્રમની જગ્યા ખરીદી. જોકે, આ અહિંસક લડતને ડામવા માટે અંગ્રેજ સરકારે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ આખરે 6 મહિનાની લડત બાદ સરદાર સાહેબને સફળતા મળી. જેથી આ આંદોલનને સમગ્ર ભારતમાં આઝાદીના પ્રથમ આંદોલન તરીકે ઓળખવામાં આવ્યું. આમ, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ભલે કરમસદમાં થયો હોય, પરંતુ વલ્લભભાઈને સરદારનું બિરુદ તો બારડોલીએ જ આપ્યું હતું. બાદમાં ઘૂંટણિયે પડેલી અંગ્રેજ સરકારે 22 ટકા વધારાનો કર ખોટો ગણાવી 6 ટકા કરી દીધો. જેથી વલ્લભાઈ સાચા અર્થમાં સરદાર સાબિત થયાં.

કહેવાય છે કે, આપણે ભલે 15મી ઓગષ્ટ, 1947ના રોજ આઝાદ થયાં હોય પણ આઝાદીની લડતનું રણસિંગુ તો 1928માં બારડોલીથી જ ફૂંકાઈ ગયું હતું. આમ, જ્યારે જ્યારે ગાંધીજી અને બારડોલી સત્યાગ્રહની વાત થાય ત્યારે સરદાર પટેલના આઝાદી માટેના સંઘર્ષની વાત ક્યારેય ભૂલાતી નથી. આ આઝાદીની લડતની પ્રથમ લડતને બારડોલીના સરદાર મ્યુઝિયમમાં મુકવામાં આવી છે, જે સમયાંતરે લોકો અચૂક યાદ કરે છે.

Intro:સમગ્ર ભારત માં 73 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતના ઇતિહાસને સૌ કોઈએ યાદ રાખવો જોઈએ દેશ ભલે 1947 માં આઝાદ થયો હતો, પરંતુ આઝાદીની લડતની શરૂઆત 1928 માં બારડોલીથી થઈ હતી જેનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. તો શું છે ભારતની આઝાદીમાં બારડોલીનો ફાળો જોઈએ આપણા આ ખાસ અહેવાલમાં .....

Body:ભારતીય સ્વાધીનતા સંગ્રામ દરમિયાન 1928 માં મહા ખેડૂત આંદોલન થયું હતું જેનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું , અને આ ચડવળ ને સમગ્ર ભારતમાં બારડોલાઇસ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવ્યું, તે સમય દરમિયાન અંગ્રેજ સરકાર દ્વારા ખેડૂતોના કરમાં રાતો રાત 30 ટકા નો વધારો કરી દેવામાં આવ્યો હતો, જેના વિરુદ્ધમાં સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં મહા ખેડૂત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી , આ અહિંસક લડતને ડામવા માટે અંગ્રેજ સરકારે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ આખરે 6 મહિનાની અહિંસક લડત બાદ સરદાર વલ્લભભાઈ પટેલને સફળતા મળી અને આ આંદોલનને સમગ્ર ભારતમાં આઝાદીના પ્રથમ આંદોલન એટલે કે બારડોલાઈસ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે,
15 મી ઓગષ્ટ 1947 ના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો પરંતુ આઝાદીની લડત નું રણસિંગુ તો 1928 માં બારડોલીથી જ ફૂંકાઈ ગયું હતું, 1928 માં થયેલી અહિંસક શરૂઆતનું પરિણામ આઝાદીમાં ફેરવાયું હતું અને લોકો આજે પણ 15 મી ઓગષ્ટ ના દિવસે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ધામધૂમથી કરે છે ત્યારે આ દિવસે બારડોલી સત્યાગ્રહ અને સરદાર વલ્લભભાઈ પટેલનું આઝાદી માટેના સંઘર્ષની શરૂઆતને કદી ન ભૂલી શકાય ......
અંગ્રેજ સરકાર દ્વારા ખેડૂતો પર લાદવામાં આવેલા 30 ટકા મહેસુલ કર વધારાના વિરુદ્ધમાં ચાલેલી અહિંસક ચડવળ બાદ ઘૂંટણિયે પડેલી અંગ્રેજ સરકારે 22 ટકા કર વધારાને ખોટું ગણાવી 6.03 ટકા કર્યું હતું, આ હતી આઝાદીની લડતની પ્રથમ જીત અને એ યાદગીરીને આજે પણ બારડોલીના સરદાર મ્યુઝિયમ ખાતે મુકવામાં આવી છે , સમયાંતરે લોકો અહીં સરદાર મ્યુઝિયમની મુલાકાત લઈ સરદાર વલ્લભભાઈ પટેલને અચૂક યાદ કરતા હોય છે .....
Conclusion:ગુજરાતના ખેડૂતો પર અંગ્રેજ સરકાર દ્વારા અત્યાચાર ગુજારવા માટે રાતોરાત 30 ટકા મહેસુલ કરનો વધારો કરી દેવામાં આવ્યો , જે અત્યાચાર સામે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃતત્વ માં સમગ્ર દેશમાંથી હજારો સ્વતંત્ર સેનાનીઓ બારડોલી એકત્ર થયા હતા, અને આ તમામ સ્વતંત્ર સેનાનીઓને આશય આપવા માટે બારડોલીમાં એક આશ્રમ માટેની જગ્યા સરદાર સાહેબે ખરીદી હતી, આઝાદીની લડતની શરૂઆત એટલે કે સ્વરાજ્યની શરૂઆત જે બારડોલીથી 1928માં શરૂ થઈ અને એના પરથી આ આશ્રમને નામ આપવામાં આવ્યું સ્વરાજ આશ્રમ
વલ્લભભાઈ પટેલનો જન્મ ભલે કરમસદમાં થયો પરંતુ વલ્લભભાઈ ને સરદારનું બિરુદ બારડોલીએ આપ્યું એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ બારડોલી, ત્યારે સમગ્ર ભારતમાં 73 મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો આઝાદીની લડતની શરૂઆત એવા બારડોલી અને સરદાર વલ્લભભાઈ પટેલ ને કઈ રીતે ભૂલી શકાય ......

બાઈટ 1 ..... નિરંજના બેન .... સ્વતંત્ર સેનાની

બાઈટ 2 ..... સંજય પટેલ.... મુલાકાતી

બાઈટ 3 ..... સંદીપ ચૌધરી.... મુલાકાતી

એપૃઅલ ટુ વિહાર સર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.