વળી, લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી પહોંચી જતા રાત્રે પણ ઉકળાટ બફારા સાથે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા 3 દિવસથી સતત આકાશમાંથી અગનગોળા વરસતા લોકોએ બિનજરૂરી ઘર-ઓફિસની બહાર જવાનું ટાળી પંખા અને એ.સી નીચે જ બેસી રહેવાનું મુનાસિબ માન્યું હતું. આ સાથે જ ડોકટરો દ્વારા પણ લોકોને વધુમાં વધુ પાણી પીવાની સલાહ અપાય રહી છે.
શહેરીજનોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવાર બાદ તબક્કાવાર તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવના છે. જો કે હાલમાં ગરમી જે રીતે વધી રહી છે તે જોતા તંત્ર અને ડોકટરોએ લોકોને કામ વગર ઘરની બહાર નહિ નીકળવાની સલાહ આપી છે સાથે બાળકોને પણ ઘરની બહાર ન મોકલવા જણાવ્યું હતું.