પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામે હિન્દૂ ધર્મની લાગણી દુભાવતો કિસ્સો મોડી રાત્રે પ્રકાશમાં આવ્યો હતો. વાંકાનેર ગામે મંદિર નજીક લઘુમતી સમાજના ઈસમો દ્વારા ગૌ માસ મળી મળી આવ્યો હતો. ગામના સરપંચ તેમજ ગ્રામજનોએ ભેગા થતા આજુ બાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. તો નૂર નગર વિસ્તાર નજીકથી પણ ગૌ માસ મળી આવ્યા હતા.જેથી ગ્રામજનો રોષે ભરાયા હતા.સૌ ભેગા મળી અને હિન્દૂ સંગઠન સાથે બારડોલી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું .
ગત રોજ ઈદનો તહેવાર પણ હોય અને શ્રાવણ માસ નો સોમવાર પણ હતો . ગ્રામજનો ના મત મુજબ હિન્દૂ ધર્મ ના તહેવાર સમય એ લઘુમતી સમાજ ના કેટલાક ઈસમો દ્વારા વખતો વખત આવું કૃત્ય કરાય છે . આ વખતે પણ ગૌ વંશ પાછળ ગામ નોજ કસાઈ ઈરફાન મોહમ્મદ અન્સારી નું નામ બહાર આવ્યું છે . જેથી આવેદન થકી કસાઈ ઇરફાન ને કડક માં કડક સજા કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી હતી .