તાપી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હવે આગામી 13 માર્ચના રોજ તાપી જિલ્લાના બાજીપુરાના કાર્યક્રમમાં (home minister of India)હાજરી આપશે. અગાઉ ત્રણ વાર અમિત શાહના સન્માનનો કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો. પાંચ રાજ્યની ચૂંટણીનું પરિણામ 10 માર્ચે જાહેર થવાનું છે. તે બાદ ફરી વખત તેમના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આથી 13 માર્ચને રવિવારે સવારે 11 વાગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બાજીપુરા પહોંચશે.
1 લાખ લોકોને ભેગા કરાશે
આ કાર્યક્રમમાં એક લાખ લોકોને ભેગા કરવામાં આવશે તેવું રાજકીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકારે અલગથી સહકાર મંત્રાલયની જાહેરાત કરીને સહકારપ્રધાન અમિત શાહની વરણી હતી. ચૂંટણીનું પરિણામ જાહેર થયાં બાદ તુરંત જ બાજીપુરામાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહનું સન્માન કરાશે.
આ પણ વાંચો: તાપી: વ્યારા બાજીપુરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 13 ઈજાગ્રસ્ત
સહકારપ્રધાનનું સન્માન કરવામાં પડેલા વિઘ્નો
સહકારપ્રધાનનું સન્માન કરવા માટે તાપી જિલ્લાના બાજીપુરામાં સુમુલ ડેરી દ્વારા બિનરાજકીય કાર્યક્રમ (Non-political program by Sumul Dairy) રાખવામાં આવ્યો હતો. જેમાં પહેલી વખત વરસાદનું વિધ્ન અને ત્યારબાદ કોરોનાના કેસ વધતાં કાર્યક્રમ મોકૂફ (Uttar Pradesh elections)રાખવો પડ્યો હતો. ત્રીજી લહેરમાં કોવિડના કેસમાં ઘટાડો નોંધાતા હવે ફરી કાર્યક્રમ માટે 19મી ફેબ્રુઆરીની તારીખ નક્કી થઇ હતી, પરંતુ ઉત્તરપ્રદેશની ચૂંટણી મુદ્દે તેઓને જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ તેમાં વ્યસ્ત થઇ જતાં ફરી એક વખત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે ફરીથી કેન્દ્રીયપ્રધાનના કાર્યક્રમ માટે સળવળાટ જોવા મળી રહ્યો છે. 10 માર્ચના રોજ પાંચ રાજયના ચૂંટણીનું પરિણામ જાહેર થયાં બાદ 13મી માર્ચને રવિવારે કાર્યક્રમ (Cooperative Minister) યોજાશે. સવારે 11 વાગ્યે બાજીપુરામાં કેન્દ્રીય સહકારપ્રધાન અમિત શાહનું સન્માન કરાશે.