મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના કુકરમુંડાના બેજ ગામના ધનગર ચારણ કુટુંબ પશુપાલનનો વ્યવસાય કરે છે. તેથી તેઓ 30થી વધુ ઘેટાઓને ખેતરમાં લાવ્યા હતા, જ્યાં તેમણે ખેતરમાં જ ઘેટાઓ માટે ચીમડીનું છાપરૂં બનાવ્યું હતું. મહારાષ્ટ્રમાં પાણી ઘાસચારાની ભારે અછત વર્તાઈ રહી હોવાથી છે આ ઘેટાઓને લઇને આવ્યા હતા.
ઉચ્છલ-નિઝરને અડીને મહારાષ્ટ્રની બોર્ડર આવવાથી તેઓ માટે તાપી જિલ્લામાં આવું સહેલું છે અને તેથી જ તેઓ પેટિયું રળવા તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બેન ગામે આવ્યા હતા. ધનગર લોકો ખેતરમાં ઘેટાઓના મળ-મૂત્ર ખાતર ઉપર રોજીરોટી મેળવે છે. ધનગર કુટુંબ કબીલા અને ઘેટાંઓ સાથે ભટકતું જીવન ગુજારતા હોય છે. રોજી-રોટીની શોધમાં અલગ-અલગ વિસ્તારોમાં તેઓ ફરતા હોય છે. બેન ગામમાં વસેલા ધનગર લોકોના ઘેટાઓ બાંધેલા છાપરામાં અચાનક આગ લાગતા આ ઘટનામાં ઘેટા સહિત એક બાઇક બળીને ખાખ થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી