ETV Bharat / state

તાપી જિલ્લાના ઉચ્છલમાં આવેલું છે 5 હજાર વર્ષ જૂનું ધારેશ્વર મહાદેવ મંદિર - Holy Shravan Mass

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ચારે તરફ શિવમય માહોલ બની ગયો છે. તાપીના ઉચ્છલથી 30 કિલોમીટર દુર ધારેશ્વર શિવાયલ આવેલું છે. લોકમાન્યતા પ્રમાણે આ મંદિરની સ્થાપના યુધિષ્ઠીર દ્વારા કરવામાં આવી હતી અને યુધિષ્ઠીરએ આ જગ્યાએ તપ પણ કરેલું.

mandir
તાપી જિલ્લાના ઉચ્છલમાં 5 હજાર વર્ષ જૂનું ધારેશ્વર મહાદેવ મંદિર
author img

By

Published : Aug 19, 2021, 7:53 AM IST

  • તાપીના ઉચ્છલ ગામમા બિરાજે છે પ્રભુ શિવ
  • યુધિષ્ઠીરએ સ્થાપના કરી હોવાની માન્યતા
  • વૈસાખ સુદ 8ના દિવસે દર્શનથી ટળે છે બધી વ્યાધી

તાપી: જિલ્લાના ઉચ્છલથી 30 કિલોમીટર દૂર ભગવાન ભોળાનાથનું ધારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. ઉચ્છલ નિઝર રોડ પર ગવાણ ગામની નજીક આ સૌંદર્યથી ભરેલું ભક્તિધામ છે. જૂની શૈલીનુ આ મંદિર ભવ્ય ઇતિહાસ ધરાવે છે. પેહલા મહાદેવનું આ શિવલિંગ તાપી કિનારે હતું વર્ષ 1972માં ઉકાઈ ડેમ બનવાના કારણે શિવલિંગની જગ્યાનું સ્થળાંતર કરી સ્થાપના કરવામાં આવી હતી. સ્કંધપુરાણની કથા અનુસાર યુધિષ્ઠિરે મૂળ શિવલિંગની સ્થાપના કરી અસધારા તપ કર્યું હતું. જેનાથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને જલધારા આપી જેનાથી યુધિષ્ઠિનું શરીર વજ્ર સમાન બની ગયું હતું. બાદમાં યુધિષ્ઠિરે મહાદેવને અહીંથી ન જવાં માટે વિનંતી કરી હતી. અહીંની માન્યતા એવી છે કે, વૈશાખ સુદ 8ના રોજ ધારેશ્વર મહાદેવના દર્શન કરવાથી વ્યાધી અને અલ્પમૃત્યુ ટળે છે. તેવું માનવામાં આવે છે.
જંગલ વિસ્તારમાં શિવનો વાસ
આ મંદિર સોંદર્યનું પણ પરમ ધામ છે. મેઈન રોડથી દોઢ કિલોમીટર અંદર જંગલ વિસ્તારમાં હોવાથી ચોતરફ હરિયાળી જ દેખાય છે. શ્રાવણ મહિનામાં વરસાદી વાતાવરણમાં લીલા છોડો ખીલવાના કારણે આખું જંગલ જેમ ધરતી માઁ એ લીલી રંગની ચાદર ઓઢી હોય તેવું વાતવરણ સર્જાય છે. નીચે ધારેશ્વર મંદિર સાથે મંદિરની પાછળના ભાગમાં આવેલા ડુંગર પર બે મંદિર છે. ચોમાસામાં અહીંનો માહોલ આહલાદક હોય છે.

શિવના આશીર્વાદથી યુધિષ્ઠીરે સ્થાપ્યું મંદિર

ધારેશ્વર તીર્થ હજારો વર્ષો થી અહીં સ્થાપિત છે. ધારેશ્વર તીર્થનો મહાત્મય તાપી પુરાણમાં જેવા મળે છે. તાપી પુરાણના 28માં અધ્યાયમાં ધારેશ્વર મહાદેવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાપી પુરાણના ઉલ્લેખ મુજબ પાંચ હજાર વર્ષ પહેલાં યુધિષ્ઠિરએ અસિધારા તપ કર્યું હતું. જેમાં શિવજી યુધિષ્ઠિરનાં તપથી પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા હતા. જેમાં ભગવાન શિવજીએ યુધિષ્ઠિરને કહ્યું કે, "તમને તમારું રાજ્ય પાછું મળશે" અને વરદાન આપ્યું. યુધિષ્ઠિરે શિવજીને પ્રાર્થના કરી કે "હૈ પ્રભુ તમે મને તો વરદાન આપો છો પરંતુ તમારે પણ અહીં સ્થાપિત થવું પડશે" ત્યારે શિવજી "તથાસ્તુ" કહી અદ્રશ્ય થઇ ગયા.

તાપી જિલ્લાના ઉચ્છલમાં 5 હજાર વર્ષ જૂનું ધારેશ્વર મહાદેવ મંદિર

આ પણ વાંચો : હું કાબૂલમાં રહ્યો હોત તો કત્લેઆમ થઇ જાત: અશરફ ગની

તાપીની ધાર પ્રભુ પર

આખા વિશ્વમાં ભગવાન શિવ ના 12 જયોર્તિલિંગ છે અને દરેક જયોર્તિલિંગમાં ભગવાન શિવની જ્યોતી સમાયેલી છે . તેવી જ રીતે આ ધારેશ્વર જયોર્તિલિંગને શિવજીએ વરદાન આપ્યું છે કે, "હું ધારેશ્વર જ સ્થિત છું". એવું કહેવાય છે કે, ધારેશ્વર તીર્થની અંદર યુધિષ્ઠિરે અસિધારા તપ કર્યું ત્યારે ભગવાન શિવના જયોર્તિલિંગ ઉપર તાપી માતાની પાણીની ધારા પડતી હતી અને એ ધારા રસાયણમાં પરિવર્તીત થઈ જતી હતી. ત્યાર પછી યુધિષ્ઠિરએ ભગવાન શિવની અહીં સ્થાપનાં કરી અને પાછા પોતાના વતન તરફ જતા રહે છે. ત્યાં તેમણે યુદ્ધ દ્વારા મહાભારતના યુદ્ધનો વિજય મેળવી અને પોતે રાજ્યના અધિકારી બન્યા હતા.

શિવને બહાર કાઠવામાં આવ્યા

તાપી નદીના કિનારે એક મોટા પર્વનની નીચે આ મંદિર આવ્યું છે . ગવાણ ગામથી થોડી દૂર પૂજ્ય વનવાસી બાબા( ખંડવાવાળા ધૂણીવાળા બાબાનાં શિષ્ય,મહારાષ્ટ્ર) ધ્યાન મુદ્રામાં હતા ત્યારે ધ્યાન શક્તિ દ્વારા તેમને જ્ઞાન થયું ત્યારે મહાદેવએ વનવાસી બાબા જ્યારે ધ્યાનમાં હતા ત્યારે સંકેત આપ્યો કે "હું નદી પટમાં છે" ત્યારે વનવાસી બાબાએ પોતાની ધ્યાન શક્તિનો ઉપયોગ કરી શિવજી જે જગ્યા કીધી હતી ત્યાં વનવાસી બાબા દ્વારા ખોદકામ શરૂ કરાવ્યું જેમાં આસપાસનાં ગામનાં લોકોએ સહભાગી બની વનવાસી બાબાનો સહયોગ કર્યો હતો. ખોદકામ પૂર્ણ થતાં સાક્ષાત ત્યાં ધારેશ્વર મહાદેવનું મંદિર ઉપસ્થિત છે તે બાદ વનવાસી બાબા અને બાળબ્રહ્મચારી જનકીમયા મળીને તે શિવલિંગને તેમની ઝુંપડી પર લાવી પુનઃસ્થાપિત ક્યુ હતું જ્યાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. જે આજનું શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રખ્યાત છે.

1970માં ધારેશ્વર મહાદેવ જયોર્તિલિંગની પુનઃ સ્થાપના

1970માં તાપી નદી પર ઉકાઈડેમ બન્યો જેના કારણે તાપી નદીનું પાણી મંદિર તરફ વળ્યું હતું. જેથી વનવાસી બાબાએ મંદિરમાંથી શિવનું જ્યોર્તિલિંગ લાવી નાની ઝુંપડીમાં લાવી પ્રતિષ્ઠિત કર્યું હતું. ત્યારથી ધારેશ્વર મહાદેવના દર્શન કરવા લોકો ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી દર્શનાર્થીઓ આવે છે.

લોક માન્યતા

ધારેશ્વર મહાદેવની વિશિષ્ટતા વૈશાખ મહિનાની સુકલ પક્ષની અષ્ટમીનાં દિવસનું પૂજાનું મહત્વ વધારે જોવા મળે છે. ભગવાન ધારેશ્વરનાં જ્યોર્તિલિંગના દર્શન તથા જળ,દૂધનો અભિષેક કરવાથી ભક્તો ને પોતાના જીવનની અંદર વ્યાધિ મુક્ત થઈ દીર્ઘાયુસ્યને પ્રાપ્ત કરે છે. 5 હજાર વર્ષ પહેલાં યુધિષ્ઠિરે વૈશાખ શુકલ પક્ષની અષ્ટમીનાં દિવસે ધારેશ્વર મહાદેવની અસિધાર તપથી પ્રસંન થઇ યુધિષ્ઠિરને દર્શન આપ્યા હતા.

આ પણ વાંચો: દશામાને ધરવામાં આવ્યો 135 ફરાળી વાનગીઓનો અન્નકૂટ, જાણો વ્રતધારીઓની શ્રદ્ધાનો પરિશ્રમ...

વિશેષ રચના

ભારતમાં ખૂબ ઓછા જ્યોર્તિલિંગ છે જેનો વિષ્ણુભાગ ઉત્તર દીશા તરફ આવેલો છે . ધારેશ્વર જ્યોર્તિલિંગ લાકડાંની ઉપર આવ્યું છે. સાધારણ રીતે જ્યોતિર્લિંગને જોઈને અચમભિત થઈ શકાય છે. જેમાં જયોર્તિલિંગ નો રુદ્રભાગ 8થી 10 ઈંચ છે. પરંતુ સાધારણ રીતે મંદિરમાં પ્રવેશ કરતા શિવલિંગ આશરે 1 ફૂટથી પણ ઉંચાઈ વાળું હોવાનું દેખાઈ છે. તથા શિવલિંગનો વિષ્ણુભાગ ઉત્તર દિશા તરફ હોવાથી ભક્તોની મનોકામના પુરી થતી હોય છે જેવું જાણવા મળ્યું છે.

પ્રસાદીમાં ચા

કહેવાય છે કે, ધારેશ્વર મંદિરમાં આવેલ અખંડ ધૂણી વનવાસી બાબા વર્ષ 1972માં મહારાષ્ટ્રના તેમના ગુરુ ખંડવાવાળા ધૂણીવાળા બાબાના ત્યાંથી અખંડ ધૂણી લાવ્યા હતા. વનવાસી બાબાએ 350 કિલોમીટર થી વધુ પદયાત્રા કરી લાવ્યા હતા. જે વર્ષ 1972થી નિરંતર ધૂણી પ્રગટી રહી છે. ધારેશ્વર મહાદેવને શ્રાવણ માસમાં વિવિધ વિવિધ પ્રકારનાં લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર, પાઠાત્મક, હોબાત્મક કર્મકાંડો અહીં પ્રચલિત છે. ધારેશ્વર તીર્થનું પુરાણોની અંદર પ્રમાણ મળે છે. તેવું તીર્થ ધારેશ્વર મહાદેવ છે ધારેશ્વર મહાદેવ ના મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા મેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષેથી વૈશ્વીક મહામારી કોરોના વાયરસ ને કારણે મેળાનું આયોજન બંધ રાખવામાં આવ્યું છે. ધારેશ્વર મહાદેવ એક જ એવું મંદિર છે જ્યાં પ્રસાદના રૂપે "ચા" આપવામાં આવે છે. અહીંયા નિત્ય અન્નક્ષેત્ર ચાલે છે. દૂર દૂરથી આવતાં દર્શનાર્થીઓ માટે ખાવા-પીવા તથા રેહવાની વ્યવસ્થા તીર્થ ધામમાં જોવા મળે છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.