- કોરોના સંક્રમણનું થઈ રહ્યું છે નિયંત્રણ
- નવા કેસથી આવે તેનાથી વધુ દર્દીઓ થઈ રહ્યા છે સ્વસ્થ
- એક્ટિવ કેસની સંખ્યા ઘટી
તાપી: જિલ્લામાં કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિત તાલુકો વ્યારા છે. સૌથી વધારે કોરોના કેસ અહીં જ મળી આવ્યાં છે. સૌથી વધારે મોત પણ અહીંયા જ થયા છે પરંતુ હવે કોરોના સંક્રમણનો કહેર અહીં નિયંત્રિત થતો જોવા મળી રહ્યો છે. 14 મેના રોજ પણ દરરોજ તાલુકાઓમાં સૌથી વધારે કેસ વ્યારામાં આવી રહ્યાં છે પરંતુ જેટલાં નવા કેસ આવી રહ્યાં છે, તેનાથી વધારે દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યાં છે. આ જ કારણોસર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે.
આ પણ વાંચો: તાપી જિલ્લામાં કોરોનાથી 1500 જેટલા લોકો મોતને ભેટ્યા : ડૉ. તુષાર ચૌધરી
- તાપી જિલ્લાના તાલુકાનાં કુલ કેસો પર નજર કરીએ તો
ક્રમ | તાલુકા | કેસની સંખ્યા |
1 | વાલોડ | 722 |
2 | વ્યારા | 1453 |
3 | સોનગઢ | 916 |
4 | ઉચ્છલ | 211 |
5 | નિઝર | 339 |
તાપી જિલ્લામાં કુલ COVID-19ના 3641 કેસ.
આ પણ વાંચો: તાપી જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો, સ્થિતિ હજુ પણ ગંભીર
કોરોના સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 31 કેસ નોંધાયા છે. કુલ મળીને જિલ્લાના કુલ કેસનો આંકડો 3095 થયો, તો બીજી તરફ 59 લોકો કોરોનાને માત આપીને સાજા પણ થયા છે. જ્યારે કુલ 691 લોકો હાલ કોરોના સારવાર હેઠળ છે અને કોરોના સારવાર દરમિયાન એક વ્યક્તિનું મૃત્યું થયું હતું. જે વાલોડ તાલુકાના ગોલણ ગામમાં રહેતા 55 વર્ષિય પુરુષનું કોરોના સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. જે પૈકી જિલ્લાનો કોરોના સારવાર દરમિયાન થયેલા કુલ મૃત્યુઆંક 115 પર પહોંચ્યો છે.
- 13 મે ના રોજ જિલ્લાના તાલુકાનાં કેસો
ક્રમ | તાલુકા | કેસની સંખ્યા |
1 | વાલોડ | 3 |
2 | વ્યારા | 20 |
3 | ડોલવણ | 5 |
4 | સોનગઢ | 1 |
5 | કુકરમુંડા | 2 |
6 | ઉચ્છલ | 0 |
7 | નિઝર | 0 |