ETV Bharat / state

World Sparrow Day: સુરેન્દ્રનગરના યુવાનનું અનોખુ ચકલી બચાવો અભિયાન - World Sparrow Day

દર વર્ષે 20મી માર્ચે 'વિશ્વ ચકલી દિવસ' (World Sparrow Day) તરીકે ઉજવવામાં આવે છે. ધ્રાંગધ્રાના શંભુભાઈએ ચકલીઓને બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે.

World Sparrow Day: સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના યુવાનનું અનોખુ ચકલી બચાવો અભિયાન

author img

By

Published : Mar 20, 2022, 3:24 PM IST

સુરેન્દ્રનગર: આજે 20 માર્ચે 'વિશ્વ ચકલી દિવસ' (World Sparrow Day) તરીકે ઉજવવામાં આવે છે. આ ચકલી હાલ લુપ્ત થતી જાય છે શહેરમાં ભાગ્યેજ જોવા મળતી ચકલીની સંખ્યા ખૂબ ઓછી થઈ છે, ત્યારે સરકાર તેમજ પક્ષીપ્રેમી આ ચકલીની પ્રજાતિને બચાવવા માટેનું અભિયાન ચાલવી રહ્યા છે. ત્યારે લોકો પણ આ કાર્યમાં આગળ આવે તે જરૂરી છે.

World Sparrow Day: સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના યુવાનનું અનોખુ ચકલી બચાવો અભિયાન

આ પણ વાંચો: ઘર ઘરના પક્ષીને બચાવવા માટે ઉજવાઈ છે 'વિશ્વ ચકલી દિવસ'

ધ્રાંગધ્રાના શંભુભાઈએ ચકલીઓને બચાવવા માટે શરૂ કર્યું અભિયાન : ધ્રાંગધ્રાના શંભુભાઈએ ચકલીઓને બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. શંભુભાઈને એક કરુણ ઘટનાથી આ ચકલીઓને બચાવવાની પ્રેરણા મળી અને આ પ્રેરણા થકી 51,000 હજાર લાકડાના ચકલી ઘર બનાવવાની સાથે તેનું લોકોને વિતરણ કરવા સાથે લોકોને ચકલીને બચાવવા માટે એક સંદેશો આપી રહ્યા છે.

એક વ્યક્તિની સફરની કહાનીની પ્રેરણા સમગ્ર ગુજરાતને આપી : એક વ્યક્તિની સફરની કહાનીની પ્રેરણા સમગ્ર ગુજરાતને આપી રહે છે વાત કરી શંભુભાઈ મિસ્ત્રી નાનું એવું પક્ષી ચકલી જે તમારા આંગણમાં તમારા ઘરમાં ચીચી કરતી આવતી અને તમારા ચહેરા પર સ્મિત લવતી અને બાળકોને અતિ પ્રિય ચકીબેન એકંતરે લુપ્ત થતી ગઈ છે. આ ચકલીઓને બચાવવા માટે અને તેને પ્રજાતિ તસવીરોમાં નહીં પણ શહેરમાં મોહરામાં ચીચી કરતી પાછી આવે અને તેનો આવાજ લોકોના ચહેરા પર સ્મિત લાવે એવું કાર્ય હાથમાં લીધેલ છે. તેમની સેવામાં એક વિશેષતા છે. પોતાના ધંધામાંથી સમય કાઢીને તેઓ બે કલાક ચકલીઓ માટે લાકડાના ઘર બનાવે છે તે વરસાદ, ઠંડી અને ગરમીથી રક્ષણ આપે છે.

શંભુભાઈએ 32 હજારથી વધારે ઘર બનાવ્યા : શંભુભાઈએ અત્યાર સુધીમાં 32 હજારથી પણ વધારે ઘર બનાવી ચૂકેલ છે. લાકડાના ઘર બનાવવાની પેરણા તેમને તેમના ઘરમાં એક પુઠાનું ઘર લગાવેલ હતું, જેમાં ચકલીનું મારો હતો તે રોજ ઘરેથી નીકળતા અને તેની તરફ જોતા અને આમ જોતા જોતા તેમને ચકલી પ્રત્યે અનેરો લગાવ થઈ ગયો પણ વરસાદ આવવાથી ઘર ભીંજાઈને તૂટી ગયું અને માળા માથી ઈંડા નીચે પડીને તૂટી ગયા હતા. આ જોઈને શંભુભાઈની આત્મા કાપી ઉઠી અને તેમણે નક્કી કર્યું કે, આ આજથી હું આમના માટે લાકડાના મજબૂત ઘર બનાવી જેથી કરીને ચકલીએ કરેલી મહેનત નિષ્ફળ ન જાય અને તેઓને એક મજબૂત ઘર મળી રહે અને પોતે જાતે જઈને ચકલી ઘર શાળાઓમાં, લોકોના ઘરે, મંદિરો અનેક જગ્યાએ ફ્રીમાં લગાવીને ઘરે ઘરે એક ચકલી ઘર લગાવવાનું અભિયાન ચાલુ કર્યું હતું.

શંભુભાઈને અભિયાનમાં ખૂબ સફળતા મળી : અભિયાનમાં તેમને ખૂબ સફળતા મળી અનેક સંસ્થાઓઓની સાથે ચકલીઘર‌ વિનામૂલ્યે વિતરણ પણ કરેલ તેમને આ અભિયાનમાં જોડાયા અને શહેરી વિસ્તારોમાં અનેક જગ્યાઓએ ચકલી ચીચી કરતી પાછી આવવા લાગી જ્યાં ઘણા સમયથી લોકોએ ચકલીઓ ન જોઈ ત્યાં પણ આવવા લાગી અને લોકોમાં એક અનોખી લાગણી ઉત્પન્ન થઈ હતી.

લોકોમાં જાગૃતતા આવી : લોકો જન્મદિવસ ઉપર શ્રધ્ધાંજલિ રુપે ચકલીઘર બનાવીને આ કાર્યમાં શંભુભાઈને મદદરૂપ થઈને ચકલીઓને પાછી લાવવાનો પ્રયત્ન સફળ થયો છે. હવે લોકોમાં જાગૃતતા આવી છે અને પોતાના ઘરે ચકલીઘર લગાવતા થયા છે. ધીમે ધીમે બધાના સહકારથી આ લુપ્ત થતી ચકલીઓને બચાવી શકીશું. પ્રકૃતિ તેના સૌંદર્યથી શોભે છે તેને નાશ કરવાનો આપણો કોઈ અધિકાર નથી. આપની ભૌતિકતા માટે કોઈ પણ જીવનો નાશ કરવો તે માનવ જીવના વિનાશને નોતરે છે તેથી પ્રકૃતિ સાથે પ્રેમ કરી અને તેના જીવનું રક્ષણ કરી તે માટે લોકોને અપીલ કરી હતી. શંભુભાઈ પોતે આ ચકલીઘર સ્કૂલમાં મંદિરમાં, તેમજ બગીચા અને તળાવની આસપાસ પોતે જાતે જઈને લગાડી આપે છે.

આ પણ વાંચો: World Sparrow Day : જાણો શા માટે આજના દિવસે ઉજવવામાં આવે છે 'વિશ્વ ચકલી દિવસ'

શંભુભાઈ ચકલીઘર આપે છે નિઃશુલ્ક : ચકલીઘર લેવા આવનાર વ્યક્તિને આ ચકલીઘર નિઃશુલ્ક આપે છે. જો કોઈ વ્યક્તિને વધુ જોતા હોય તો તે ખર્ચાના પૈસા લઈને બનાવી આપે છે. આ કાર્યમાં તેના મિત્રો પણ તેને મદદરૂપ થાય છે. સાથે રોટરી કલબના સભ્યો,પક્ષીપ્રેમીઓ પણ આ સેવાકીય કાર્યમાં સાથ સહકાર આપી રહ્યા છે. શંભુભાઈ ચકલીઘરની સાથે મોબાઈલ ચબૂતરા તેમજ પાણીના કુંડ પણ બનાવીને લોકોને આપી રહ્યા છે. જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પણ પીવા માટેનું પાણી અને ચણ મળે તે માટેનું કાર્ય પણ કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.