ETV Bharat / state

ટ્રમ્પના કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ST ડેપોમાંથી 26 બસો ફાળવાઈ

author img

By

Published : Feb 23, 2020, 9:21 PM IST

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડ્રોનાલ ટ્રમ્પ અમદાવાદ આગમન થનાર છે. ત્યારે સુરેન્દ્રનગર ST ડેપોમાંથી તા.23 ફેબ્રુઆરીના બપોરે 1 વાગ્યાથી તા.24 ફેબ્રુઆરીની મધ્ય રાત્રી સુધી 26 ST બસ ફાળવી દેવામાં આવી છે. એકસાથે 26 ST બસ ફાળવી દેવાતા જિલ્લાના અંદાજે 60 જેટલા લોકલ રૂટના શેડયુઅલ બંધ થતા ગ્રામ્ય મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

surendranagar
surendranagar

સુરેન્દ્રનગરઃ અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડ્રોનાલ ટ્રમ્પ અમદાવાદ આગમન થનાર છે. ત્યારે સુરેન્દ્રનગર ST ડેપોમાંથી તા.23 ફેબ્રુઆરીના બપોરે 1વાગ્યાથી તા.24 ફેબ્રુઆરીની મધ્ય રાત્રી સુધી 26 ST બસ ફાળવી દેવામાં આવી છે. એકસાથે 26 ST બસ ફાળવી દેવાતા જિલ્લાના અંદાજે 60 જેટલા લોકલ રૂટના શેડયુઅલ બંધ થતા ગ્રામ્ય મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

એક બાજુ જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં ડેપોમાંથી 5 ST ફાળવ્યા બાદ વધુ 26 બસ ફાળવાતા દેકારો મચી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ લગ્નસરાની સિઝન પૂરબહારમાં ચાલી રહી છે. ત્યારે ટ્રમ્પના કાર્યક્રમમાં એકસાથે 26 બસો ફાળવી દેવાતા સુરેન્દ્રનગર ડેપોના 60 ગ્રામ્ય રૂટો પ્રભાવિત થશે. બીજી બાજુ ગુજરાતભરમાંથી અંદાજે 2200 બસ ફાળવવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુરેન્દ્રનગર ડેપોમાંથી એકસાથે 26 બસ ફાળવ્યા બાદ દોઢ દિવસ સુધી ST વિભાગ દ્વારા ગ્રામ્ય મુસાફરો માટે કોઈ વૈકલ્પીક વ્યવસ્થા ઉપલબ્ધ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રમ્પના કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ST ડેપોમાંથી 26 બસો ફાળવાઈ

આ અંગે ડેપો મેનેજર સંજય પરમારે જણાવ્યુ હતું કે, હાલ જુનાગઢ મહા શિવરાત્રીના મેળા માટે 5 એસ.ટી. બસ ફાળવવામાં આવી હતી. જે શનિવારે રાત્રે પરત ફરશે, ત્યાં સોમવાર બપોરથી મંગળવાર મધ્યરાત્રી સુધી ૨૬ એસ.ટી. બસને અમદાવાદ ખાતે ટ્રમ્પના કાર્યક્રમમાં ફાળવી દેવાની સૂચના મળી છે. આ એસ.ટી. બસ ફાળવાતા લોકલ અંદાજે 60 રૂટો કેન્સલ થશે. આ દોઢ દિવસના સમય દરમિયાન ડેપોને અંદાજે અઢી લાખની આવક ગુમાવી પડે તેવી શક્યતાઓ વ્યકત કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.