ETV Bharat / state

સુરેન્દ્રનગરથી ગુમ થયેલો યુવક 7 વર્ષ બાદ મુંબઈથી મળી આવ્યો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ ગામનો મોહિત મકવાણા નામનો યુવાન શુક્રવારે 7 વર્ષ બાદ મુંબઇથી મળી આવતા સેરીયાજ ગામમાં જાણે કે દિવાળીનો માહોલ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સાત વર્ષ બાદ ગુમ થયેલો મોહિત ઘરે પરત ફરતા પરિવારજનોએ જૂનાગઢ જિલ્લા પોલીસને પોતાના ગુમ થયેલા યુવકને શોધી આપવા બદલ ધન્યવાદ આપ્યા હતા

સુરેન્દ્રનગરથી ગુમ થયેલો યુવક 7 વર્ષ બાદ મુંબઈથી મળી આવ્યો
સુરેન્દ્રનગરથી ગુમ થયેલો યુવક 7 વર્ષ બાદ મુંબઈથી મળી આવ્યો
author img

By

Published : Sep 25, 2021, 7:36 AM IST

  • સુરેન્દ્રનગરથી ગુમ થયેલો શેરીયાજ ગામનો યુવાન મુંબઈ થી સાત વર્ષે મળ્યો
  • તબીબી અભ્યાસ કરતો મોહિત વર્ષ 2016માં સુરેન્દ્રનગર થી ગયો હતો
  • જૂનાગઢ જિલ્લા પોલીસે મોબાઇલ સર્વેલન્સ ના આધારે મોહિત નો મુંબઈમાંથી લગાવ્યો પત્તો

જૂનાગઢ: જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ ગામનો મોહિત મકવાણા નામનો યુવાન સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં તબીબનો અભ્યાસ કરતો હતો આ દરમિયાન તે વર્ષ 2014 થી અચાનક કોલેજમાંથી ગુમ થતા પોલીસે ગુમ થયેલા મોહિતની શોધખોળ શરૂ કરી હતી સમગ્ર મામલામાં પોલીસની તમામ ઉચ્ચ એજન્સીઓ પણ મોહિતને શોધવામાં નિષ્ફળ રહી હતી, જેને કારણે મોહિતના પરિવારજનોમાં પણ ખૂબ ચિંતીત હતું. ગુમ થયાને સાત વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં મોહિતના પરિવાર અને જૂનાગઢ પોલીસે ગુમ યુવકની શોધખોળ સતત શરુ રાખી અને જેમાં ગુરુવારે સફળતા મળી અને વર્ષ 2014માં સુરેન્દ્રનગર થી ગુમ થયેલો મોહિત મકવાણા નામનો યુવાન ગઇ કાલે મુંબઈના અંબરનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવતા શેરીયાજ ગામમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : UPSC પરીક્ષા 2020 નું પરિણામ જાહેર, કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 8માં સ્થાને

મોબાઈલ સર્વેલન્સના આધારે જૂનાગઢ પોલીસને મળી ગુમ થયેલા યુવકને શોધવામાં સફળતા

મોહિત મકવાણા વર્ષ 2014માં સુરેન્દ્રનગરથી ગુમ થયો હતો ત્યારથી લઈને આજદિન સુધી સતત પોલીસ તપાસ શરૂ રાખવામાં આવી હતી. આ દરમિયાન જૂનાગઢ પોલીસને મોબાઈલ સર્વેલન્સના આધારે માહિતી મળી કે કોઈ ચોક્કસ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો વ્યક્તિ સુરેન્દ્રનગર માથી ગુમ થયેલો મોહિત મકવાણા હોઈ શકે છે, જેને લઇને જૂનાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને તેમાં સફળતા મળી હતી. જૂનાગઢ પોલીસે ચોક્કસ મોબાઇલ નંબરના આધારે તપાસ કરતા આ નંબર મુંબઈના અંબરનાથ વિસ્તારના સલીમ શેખ નામે રજિસ્ટર થયો હોવાની માહિતી મળી હતી. જેને ધ્યાને લઇને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા માંગરોળના ડીવાયએસપી જુગલ પુરોહિતને સમગ્ર મામલાની તપાસ કરતા મુંબઈની અંબરનાથ પોલીસે સલીમ શેખનો સંપર્ક કર્યો હતો. મુંબઈમાંથી મોહિત મકવાણાનો પતો લગાવીને તેને પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. સમગ્ર મામલાની જાણ મુંબઈ પોલીસે જુનાગઢ પોલીસને કરતા અહીંથી ગુમ થયેલા મોહિતના પરિવારને સમગ્ર મામલાને જાણ કરવામાં આવી હતી. મોહિતનો પરિવાર તેને લેવા માટે મુંબઈ પહોંચ્યો હતો.

આ પણ વાંચો : ક્વાડ વૈશ્વિક ભલાઈ માટે એક તાકાત તરીકે કામ કરશે: નરેન્દ્ર મોદી

ગુમ થયેલો મોહિત મકવાણા પોતાની ઇચ્છાથી મુંબઈ પહોંચી ગયો હતો

2014માં તબીબના અભ્યાસ કરતો મોહિત મકવાણા પોતાની ઇચ્છાથી મુંબઈ પહોંચી ગયો હતો, ત્યાં પહોંચ્યા બાદ મોહિત કોઈ ખાનગી કંપનીમાં ડેટા એન્ટ્રી ઓપરેટરનું કામ કરીને પોતાનું જીવન પાછલા સાત વર્ષથી પસાર કરી રહ્યો હતો. આ સમય દરમિયાન તે મુંબઇના સલીમ શેખ નામની વ્યક્તિનો નામે મોબાઇલ કાર્ડ તેના ફોનમાં ઉપયોગ કરી રહ્યો હતો. જેને લઇને મોહિતની ભાળ મેળવવામાં પોલીસને મદદ મળે અને આખરે સાત વર્ષ બાદ સુરેન્દ્રનગર માંથી ગુમ થયેલો જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ ગામ ના મોહિત મકવાણા આજે સાત વર્ષ બાદ પરિવાર સાથે મિલન થતા પરિવારમાં પણ દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.