સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. સુરેન્દ્રનગરમાં ગરમીથી બચવા લોકો અનેક નુસખાઓ અપનાવીને ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે.
સુરેન્દ્રનગર રાજ્યમાં સૌથી ગરમ શહેર તરીકે સાબિત થયુ છે, ગરમીનું પ્રમાણ 45 ડિગ્રીને પાર થતા અને તેમાં દિનપ્રતિદિન વધારો થતાં લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, તેમજ ગરમી અને લૂ થી બચવા લોકો મોં પર રૂમાલ બાંધીને ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે.