સુરેન્દ્રનગર: રાજયસભાની ચૂંટણી જાહેર થતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યને પોતાના પક્ષમાં લાવવા માટે કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવતી હોવાની વાતો પણ થઇ રહીં છે, ત્યારે લીમડી વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના પીઠ અને અનુભવી ધારાસભ્ય સોમાભાઈ પટેલે અચાનક રાજીનામું આપી દેતાં જિલ્લા કોંગ્રેસમાં ખડભડાટ જોવા મળી રહ્યો છે.
લીમડી તાલુકાના મતદારોએ સોમાભાઈ પટેલને બહુમતીથી વોટ આપી વિજય બનાવ્યા હતા, પરંતુ ધારાસભ્યએ પ્રજાને અંધારામાં રાખી રાજીનામું આપતાં મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. સોમા પટેલે રાજીનામું આપતાં મહિલા કોંગ્રેસે સોમા પટેલના કાર્યાલય સામે વિરોધ નોંધાવ્યો હતો. જેના ભાગરૂપે મહિલા કોંગ્રેસે સોમાભાઈ વિરૂધ સૂત્રોચ્ચાર કરી પૂતળાનું દહન કર્યું હતું.
આ વિરોધ પ્રદર્શનમાં મહિલા કોંગેસ પ્રમુખ સહિત કોંગેસના હોદેદારો, અગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.