શહેરમાં GUDC કામગીરી ચાલતી હોવાથી ઠેરઠેર ખોદકામને લઈને કીચડ અને ખાડાઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. સુરેન્દ્રનગરમાં વરસાદથી જ ઠેરઠેર પાણી ભરાઈ ચુકયા છે. ખાનગી પ્લોટ હોય કે કોમન પ્લોટમાં પાણી ભરેલા જોવા મળે છે. જેને લઈને રોગચાળા ફેલાવાનો ભય રહશે.
આ ઉપરાંત સ્કુલોની બાજુમાં આવેલા પ્લોટમાં મચ્છરને કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ અનેક સવાલ છે. તેમજ હાલ તો નગરપાલિકાની પ્રિમોનસમ કામગીરી સામે પણ અનેક સવાલ છે. ત્યારે સ્થાનિક લોકો જલ્દી રોડ પર લેવલીમગ અને તાત્કાલિક કીચડ દુર કરવા અને કોમન પ્લોટમાંથી પાણી દુર કરવાની માંગ કરી રહ્યા છે.