ETV Bharat / state

લુણાવાડા AHC ખાતે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને અપાયો કોરોના વેક્સિનનો બીજા ડોઝ - AHC

સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં 16 જાન્યુઆરીના રોજથી કોવિડ 19ના રસીકરણ કાર્યક્રમનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મહીસાગરમાં પણ રસીકરણનો પ્રારંભ થયો હતો. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં મહીસાગર જિલ્લાના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું પ્રથમ ડોઝનું રસીકરણ કર્યા બાદ શુક્રવારના રોજ બીજા ડોઝના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

કોરોના વેક્સિનનો બીજા ડોઝ
કોરોના વેક્સિનનો બીજા ડોઝ
author img

By

Published : Feb 19, 2021, 8:45 PM IST

  • મહીસાગરમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને બીજા ડોઝના રસીકરણનો પ્રારંભ
  • લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે 139 આરોગ્ય કર્મચારીઓને રસી અપાશે
  • ડૉક્ટર્સ દ્વારા રસી સંપૂર્ણ સુરક્ષિત, કોરોના રસી મૂકાવ્યા બાદ કોઈ આડ અસર થતી નથી

મહીસાગર : કોરોના સામે રક્ષણ માટે કોરોના રસીરકણનો પ્રારંભ સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં 16 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં પણ કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં મહીસાગર જિલ્લાના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તેમજ આરોગ્ય કર્મચારીઓને કોરોના સામે રક્ષણ આપતી કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

કોરોના વોરિયર્સને બીજા ડોઝના રસીકરણનો પ્રારંભ

139 આરોગ્ય કર્મચારીઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવશે

પ્રથમ ડોઝ લીધા બાદ જે કોરોના વોરિયર્સને પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચેનો સમયગાળો પૂર્ણ થયો હોય તેવા કોરોના વોરિયર્સને બીજા તબક્કામાં કોરોના સામે રક્ષણ આપતી રસીના બીજા ડોઝ આપવાનો પ્રારંભ મહીસાગર જિલ્લામાં કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે શુક્રવારના રોજ લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે 139 આરોગ્ય કર્મચારીઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવશે.

દરેકને કોરોના રસી લેવા માટે અનુરોધ

પ્રથમ તબક્કમાં કોરોના રસી આપ્યા બાદ શુક્રવારના રોજ કોરોના વોરિર્સને બીજા તબક્કામાં કોરોના રસી આપવામાં આવી રહી છે, ત્યારે કોરોના વોરિયર્સ દ્વારા કોરોના રસીની કોઇપણ પ્રકારની આડ અસર જોવા મળી નથી. તેમજ દરેકને કોરોના રસી લેવા માટે અનુરોધ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.