ETV Bharat / state

સુરેન્દ્રનગર: બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મુદ્દે NSUIએ કલેક્ટરને આવેદન આપ્યું - Non-secretariat clerk examination

સુરેન્દ્રનગર: જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બિનસચિવાલય કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરની એમ.પી. શાહ કોમર્સ કોલેજ પરીક્ષા કેન્દ્રમાં ત્રણ થી ચાર બ્લોકમાં પેપરના સીલ પહેલેથી તૂટેલા હોવાના આક્ષેપ સાથે ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. જે મામલે NSUIના વિદ્યાર્થી સંગઠન તેમજ ઉમેદવારોએ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

SUR
author img

By

Published : Nov 20, 2019, 10:15 PM IST

Updated : Nov 20, 2019, 11:20 PM IST

રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સરકારી વિભાગોમાં નોકરીઓ મેળવવા માટે રાજ્યવ્યાપી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં બિનસચિવાલય ક્લાર્કની ખાલી પડેલી જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ પરીક્ષા કેન્દ્રોમાં અંદાજે 43,000 થી વધુ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. શહેરની શ્રી એમ. પી. શાહ કોમર્સ કોલેજ ખાતે ત્રણ ચાર બ્લોકમાં પહેલાથી જ પેપરના બંચના સીલ ખુલેલી હાલતમાં હોય 200 થી વધુ ઉમેદવારોએ પરીક્ષાનો બહિષ્કાર કરી હોબાળો કર્યો હતો અને પરીક્ષા રદ્દ કરી જવાબદાર સુપરવાઈઝર સહિત પરીક્ષા કેન્દ્રના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

NSUI દ્વારા રેલી

ઉમેદવારોએ પરીક્ષામાં ગેરરીતિના આધાર પુરાવા સાથે રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલાં લેવામાં ન આવતા NSUI વિદ્યાર્થી સંગઠન તેમજ ઉમેદવારોએ શહેરના આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું. કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ સહિત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પરીક્ષા રદ કરી તમામ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Intro:Body:Gj_Snr_students avedan_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ :avbb

સ્લગ : બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મુદ્દે રેલી અને આવેદન

એન્કર : સુરેન્દ્રનગર જિલ્લામાં બિનસચિવાલય કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. જેમાં શહેરની એમ.પી. શાહ કોમર્સ કોલેજ પરીક્ષા કેન્દ્રમાં ત્રણ થી ચાર બ્લોકમાં પેપરના સીલ પહેલેથી તૂટેલા હોવાના આક્ષેપ સાથે ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. જે મામલે એન.એસ.યુ.આઈ.,વિદ્યાર્થી સંગઠન તેમજ ઉમેદવારોએ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સરકારી વિભાગોમાં નોકરીઓ મેળવવા માટે રાજ્યવ્યાપી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે...ત્યારે તાજેતરમાં બિનસચિવાલય ક્લાર્કની ખાલી પડેલ જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું...જેમાં રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ પરીક્ષા કેન્દ્રોમાં અંદાજે 43000 થી વધુ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. ત્યારે શહેરની શ્રી એમ. પી. શાહ કોમર્સ કોલેજ ખાતે ત્રણ ચાર બ્લોકમાં પહેલે થી જ પેપરના બંચના સીલ ખુલેલી હાલતમાં હોય 200 થી વધુ ઉમેદવારોએ પરીક્ષાનો બહિષ્કાર કરી હોબાળો કર્યો હતો...તેમજ પરીક્ષા રદ કરી જવાબદાર સુપરવાઈઝર સહિત પરીક્ષા કેન્દ્રના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી...ઉમેદવારોએ પરીક્ષામાં ગેરરીતિના આધાર પુરાવા સાથે રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલાં
લેવામાં ન આવતા એન.એસ.યુ.આઈ., વિદ્યાર્થી સંગઠન તેમજ ઉમેદવારોએ શહેરના આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું....તેમજ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ સહીત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા....અને પરીક્ષા રદ કરી તમામ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી...તેમજ યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

બાઈટ - ૧ : દિનેશ ગોસાઈ - ઉમેદવાર, બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા , સુરેન્દ્રનગર 

બાઈટ - ૨ : ઇશિતા દરજી - ઉમેદવાર, બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા , સુરેન્દ્રનગર. 

બાઇટ - 3 : બાઈટ : એન. ડી. ઝાલા - સુરેન્દ્રનગર ( અધિક કલેકટર )
Conclusion:
Last Updated : Nov 20, 2019, 11:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.