આ કેમ્પમાં સ્વચ્છતા અભિયાન તથા પર્યાવરણની જાળવણી માટેનું માર્ગદર્શન તેમજ દેશની અંદર આર્મીના જવાનો કેવી રીતે કાર્ય કરે છે. તેમજ આર્મીમાં વપરાતા સાધનો વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યા હતા. કેમ્પમાં લોકોને ક્લચર, ઓપ્ટિકલસ,ગાર્ડ ઓફ ઓનર,ફાયરિંગ જેવી પ્રવુતિ કરાવવામાં આવી હતી. દસ દિવસ સુધી આ વિદ્યાર્થીઓને જમવાની રહેવાની પણ સુવિધાઓ આ 26, બટાલિયન દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મેડલ આપીને સંમાનિત કરવામાં આવ્યા હતા.
કેમ્પમાં વિદ્યાર્થીઓ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે, દેશ ભક્તિ ગીત,યોગાસનો સાથે વિવિધ દાવ પણ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 26 ગુજરાત બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ કે. આર.શેખર તેમજ વિવિધ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. કેમ્પમાં આવેલ વિદ્યાર્થીઓને પોતે જીવનમાં કઈ રીતે દેશની સેવા કરવા માટે આગળ આવી શકે તે માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેમ્પમાં આવેલ વિદ્યાર્થીઓને સ્વચ્છતા તેમજ પાણી બચાવો અને પર્યાવરણ ની જાળવણી કરવા માટે વધુ ભાર મુક્યો હતો.