માલણપુર ગામ પાટડી તાલુકાનું છેવાડાના રણકાંઠાનું ગામ છે. આ ગામની વસ્તી 1500થી વધુ છે. આ ગામમાં વૃક્ષોની સંખ્યા 7000 જેટલી છે. એટલે ગામના એક વ્યક્તિ દીઠ ચારથી પાંચ વૃક્ષ છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો બહુ જ ઉંચો હોય છે. ત્યારે રાજ્યમાં વધુ ગરમી પડતી હોય તો સુરેન્દ્રનગર મોખરે છે. ત્યારે આવા ગામડામાં પણ શહેર કરતા એક બે ડીગ્રી વધુ તાપમાન હોય છે.
ગામના આગેવાનોને આ વિચાર ચાર વર્ષ પહેલાં આવેલો અને ગામના લોકોનો સાથ અને જાત મહેનત કરીને આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સાથે ગરમીમાં પણ આ વૃક્ષનો ઉછેર કરીને વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજે આ ગામમાં કોઈ પણ જગ્યા પર વટવૃક્ષ નજરે પડે છે. ગામના લોકોનું કહેવું છે કે, જો આવનારા સમયમાં ગરમી સામે રક્ષણ મેળવવા માટે વૃક્ષો વાવીને તેનું જતન કરીએ તો જ રહી શકીસુ. જ્યારે કુલર કે AC લગાવીને જે ઠંડક મળશે તે ટુંક સમય માટે જ છે. માટે વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણને બચાવી શકીશું.
આ ગામના લોકો પણ આ 45 ડિગ્રીના તાપમાનમાં પણ વૃક્ષનો છાયો લઈને ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે. આ ગામની અંદર મંદિર, શાળા, સ્મશાન, તળાવ, ચોક કે પછી રસ્તા પર બંને સાઈડ, વૃક્ષો છે સાથે ગામની અંદર આવેલા ઘરમાં પણ એક વૃક્ષ ફરજીયાત છે. સાથે જ સરકારના વન વિભાગ દ્વારા વૃક્ષના રોપાઓ આપવામાં આવેલા છે. સાથે તેની સાચવણી માટે પિંજરા તેમજ તાર ફેન્સીગ પણ કરી આપવામાં આવેલા છે. ગામના લોકો પણ કહે છે કે, આપણી આવનારી પેઢીઓ માટે આપણે હાલ વૃક્ષનું વાવેતર કરીને પર્યાવરણનું જતન કરી સરકારની સાથે લોકોએ પણ આવા કાર્યમાં આગળ આવું જોઈએ.