- સુરેન્દ્રનગર GIDC ખાતે આવેલા સિલિન્ડર રિફીલિંગ પ્લાન્ટ કરાયો હતો
- ઓક્સિજન માટે દર્દીના પરિવારજનોને લાંબી લાઈનો લાગી હતી
- લાંબી લાઈનો લાગતા મોડી રાત્રે ફરી રિફીલિંગ માટે મંજુરી આપાઈ
સુરેન્દ્રનગર: રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેરને લઈને હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, દવાઓ મળતી નથી. તેવી પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર GIDC ખાતે આવેલા ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ પ્લાન્ટ ખાતે દર્દીના પરિવારજનોને લાંબી લાઈનો લાગી હતી. શનિવારે સવારે સામાજીક સંસ્થાઓ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ બંધ કરવાનો નિર્ણય લીધા બાદ મોડી રાત્રે ફરી રિફીલિંગ માટે મંજુરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન માત્રામાં વધારો, દરરોજ કરવામાં આવી રહ્યું છે રિફીલિંગ
દર્દીઓના મોત નિપજવાની શક્યતાઓ
GIDC ખાતે આવેલા સિલિન્ડર રિફીલિંગ પ્લાન્ટમાં વહેલી સવારથી દર્દીના પરિવારજનો ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ માટે લાઈનમાં ઊભા હોવા છતાં રિફીલિંગ ન કરી દેવામાં આવતા રોષ જોવા મળ્યો હતો. તેઓ, કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહ્યા બાદ પણ ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ ન થતાં ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને હાલાકી પડી રહી છે. આથી, ઓક્સિજનના અભાવે દર્દીઓના મોત નિપજવાની શક્યતાઓ પરિવારજનો સેવી રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં કોરોનાની સ્થિતિ ભયંકર : દરરોજ 4000 થી લઇ 6000 ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડ