જિલ્લામાં વધતી ગુનાખોરીને ધ્યાનમાં રાખીને લોકોને ન્યાય મળી રહે તે હેતુથી પોલીસે ‘એક તક પોલીસને’ નામનો લોકદરબાર યોજ્યો હતો. જેમાં જિલ્લાની હદમાં રહેતા લોકોએ રૂબરૂ આવીને વ્યાજના ચક્કરની, લાયસન્સ વિના નાણાં ધીરનાર સંસ્થાની અને ગરકાયદેસર કબજો જમાવી બેસનાર લોકાના ત્રાસ સહિતની અનેક સમસ્યાઓની રજૂઆત કરી હતી. જેની નોંધ લઈને પોલીસે તેનું વહેલી તકે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમ DSP કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા તાલીમભવન ખાતે સવારે 10:00થી સાંજના 5:00 કલાક સુધી યોજાયો હતો. જેમાં લોક દરબારમાં DYSP,LCB, SOG તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.