સુરેન્દ્રનગરઃ જિલ્લાના મૂડી તાલુકાના આસુન્દ્રાળી ગામના ઉપ-સરપંચના પત્ની અને તેના ભાણેજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ 1100 લોકોની વસ્તી ધરાવતા ગામમાંથી 700 લોકો ગામ છોડીને ખેતર પર રહેવા માટે ચાલ્યા ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 2 દર્દીઓએ કોરોનાને આપી માત ત્યારે લોકોને એવો ડર છે કે, તેમને પણ કોરોના થઈ જશે. જે બાદ ગામમાંથી હિજરત શરૂ થઈ હતી. બંને પોઝિટિવ દર્દીને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બંને લોકો અમદાવાદથી પરત ફર્યા હતાં. ગામમાં મોટાભાગના લોકો પલાયન કરી ગયા છે, ત્યારે ગામમાં ચોરી જેવા કોઈ બનાવો ન બંને તેમજ બહારથી કોઈ વ્યક્તિ ખબર વગર ન ઘૂસી જાય તેના પર નજર રાખવા માટે ગામમાં તાત્કાલિક CCTV કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. ફક્ત આસુન્દ્રાળી ગામ જ નહીં પરંતુ તેની બાજુમાં આવેલા ભવાનીગઢ ગામમાં પણ આવી જ હાલત છે. બંને ગામના લોકો આઠથી દસ દિવસ સુધી ચાલે એટલું અનાજ લઈને ખેતર ચાલ્યા ગયા છે.આ બંને દર્દીને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા હતા. બંને દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવતા ગાંધી હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી છે. આ બંને દર્દી પાસેથી પણ જાણવા મળતી વિગત અનુસાર અમારો કોરોનાના લક્ષણો હોવા છતાં સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં સારી એવી સારવાર કરીને અમને નવી જિંદગી આપી છે. આ બદલ અમે વહીવટી તંત્રનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 10 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં અત્યાર સુધીમાં 3 લોકોએ કોરોનાને માત આપી સાજા થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વહિવટી તંત્રની સારી દેખરેખ અને જિલ્લા કેલકટર સતત એક્ટિવ રહ્યા છે. બાકી રહેલા દર્દીઓને પણ સારી સારવારના પગલે ટુક સમયમાં આ લોકોનો રિપોર્ટ પણ નેગેટિવ આવવાના એંધાણ વર્તાય રહ્યા છે.