- સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરના વાંધા
- આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ વેન્ટિલેટર નથી
- કોંગ્રસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ વેન્ટિલેટર માટે સરકાર પાસે માગ કરી
- હોસ્પિટલને વેન્ટિલેટર નહીં અપાય તો ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી
- સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં વેન્ટિલેટર તો આપો સરકારઃ કોંગ્રેસ
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા પણ નથી. હવે કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ હોસ્પિટલમાં વેન્ટિલેટરની માગ કરી છે અને જો આ માગ સંતોષવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચોઃ સુરત વિપક્ષના નેતાએ 200 જેટલા વેન્ટિલેટર ફાળવવા રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવીને લખ્યો પત્ર
એક તરફ હોસ્પિટલમાં દર્દી વધી રહ્યા છે તો બીજી તરફ વેન્ટિલેટર જ નથી
શહેરની સિવિલ ગાંધી હોસ્પિટલ હાલ કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો બીજી તરફ લોકોને વેન્ટિલેટર નથી મળતા. આવા સમયે કોગ્રેસના ધારાસભ્ય નૈશાદ સોલંકી અને ઋત્વિક મકવાણાએ 10 દિવસમાં વેન્ટિલેટરની સુવિધા નહીં મળે તો ઉગ્ર આંદોલન કરી ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં ટેક્નિકલ ક્ષતિથી વેન્ટિલેટરો બંધ, તાત્કાલિક ઈજનેર બોલાવીને રિપેર કરાવાયા
દર્દીઓએ નાછુટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે
હાલ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક પણ વેન્ટિલેટર નથી, જેથી દર્દીઓને નાછુટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. ગરીબ લોકોને સારવાર મળી રહે તે માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર શરૂ કરવાની માગ કરવામાં આવી છે.