દેશની રક્ષા કરવા માટે દેશના જવાનો બોર્ડર ઉપર રાત દિવસ કે પછી ઠંડી, ગરમીમાં પણ 24 કલાક પોતાની ફરજ નિભાવતા હોય છે અને જરૂર પડે તો તેમના પ્રાણ પણ દેવા તૈયાર હોય છે. લટુડાના વતની મહેશભાઈ છગનભાઈ ટમાલિયા જેઓ છેલ્લા 20 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમને માથાના ભાગમાં ઇજા થતાં તેઓનું મૃત્યુ થયું હતું. ત્યારે બુધવારે તેમના પાર્થિવ દેહને તેમના વતન લટુડા ખાતે લાવવામાં આવ્યો હતો અને તેમના અંતિમ સંસ્કાર પુરા સન્માન સાથે અને સલામી આપીને કરવામાં આવ્યા હતા.
તેમના પાર્થિવ દેહને ગામમાં લાવતા જ ગામની અંદર શોકનું વાતાવરણ થઈ ગયું હતું, જ્યારે મહેશભાઈના દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યા ત્યારે તેમનો પરિવાર એક આઘાતમાં આવી ગયો હતો અને ત્યાં રોકકકળ થવા પામી હતી. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમા ગામના સમસ્ત લોકો તેમજ આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. જ્યારે તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે આર્મીના જવાનો દ્વારા તેને સલામી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મહેશભાઈભાઈ પણ CRPFમાં ફરજ બજાવે છે અને મહેશભાઈના પરિવારમાં તેમના પત્ની, પુત્ર અને પુત્રી તેમજ મહેશભાઈ પિતા અને માતા, ભાઈ બધાને મૂકીને આજે દેશ માટે પોતાના પ્રાણ આપ્યા છે.