સુરેન્દ્રનગર: જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામના ખેડૂત પાસેથી જમીનનો દસ્તાવેજ(Fraud with a farmer in Surendranagar) કરાવ્યા બાદ બાકી નીકળતા રૂપિયા 8.40 કરોડ ન ચૂકવતા ખેડૂતે કુલ 8 શખ્સો સામે છેતરપીંડી(Naviyani village of Patdi) અને વિશ્વાસઘાત અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા છે. જ્યારે પાંચ આરોપી હજુ પણ પોલીસ પકડથી દુર છે.પાટડી તાલુકાના નાવિયાણી ગામે રહેતા જેરામભાઈ જીવાભાઈ મરેડીયા નાસિક નામે ચાલતું ખેતર સરવે નંબર 785 વાળું આશરે આઠ વિઘાનું વેચવાનું નક્કી કરતા રાજુભાઈ ગોવિંદભાઈ મકવાણા અમદાવાદ વાળા દલાલે કોઈ પાર્ટીને આપવાનું નક્કી કરેલ જેમાં એક વીઘાના રૂપિયા એક કરોડ પાંચ લાખ મુજબ નક્કી થયા હતા.
ખેડૂત સાથે રૂપિયા 8.40 છેતરપિંડી - જમીન વેચાણના 10 લાખ રૂપિયા ટોકન પેટે આપવામાં આવ્યા હતા. એક વર્ષમાં દસ્તાવેજ કરવાની વાત થઈ હતી. એકાદ માસ પહેલા ખેડૂતે રાજુને જણાવેલ કે હવે દસ્તાવેજ કરો ત્યારે રાજુભાઈએ કહ્યું કે કે પાર્ટી પાસેથી પૈસાની સગવડ નથી જેથી હું બીજી પાર્ટી સાથે વાત કરું છું. કેમ કહી બે લોકોને આ જમીન જોવા માટે મોકલ્યા હતા અને રાજુ તને ફોન કરી આ જમીન આ અંગે રૂપિયા 25 લાખ આર.ટી.જી.એસ કરી ખાતામાં જમા કરાવ્યા હતા. 5 -5 -2022 ના રોજ દસ્તાવેજ કરવાનું નક્કી થયું હતું રાજુભાઈ ખેડૂતને ઘરેથી સ્કોર્પિયો ગાડીમાં બેસાડી પાટડી રજિસ્ટ્રાર કચેરીએ લાવેલ.અને દસ્તાવેજનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ખેડૂતે કહ્યું કે બાકીની રકમ ક્યાં છે ત્યારે રાજુભાઈ એ કહ્યું હતું કે બહાર પડેલી ગાડીમાં તમારા બાકી નીકળતા રૂપિયા 8.40 કરોડ ત્રણ થેલામાં ભર્યા છે.
આ પણ વાંચોઃ મોરબીની બેન્કમાંથી 15 લાખની ઉચાપત કરનાર મહિલા સહિત બન્ને જેલ હવાલે
પાર્ટીએ આપણી સાથે છેતરપિંડી કરી - અહીંયા સીસીટીવી હોવાથી રૂપિયા બહાર કઢાય નહિ .જેથી દસ્તાવેજ પત્યા બાદ તમોને તમારી રકમ મળી જશે જેરામભાઈ અને તેમના વેવાઇ રસિકભાઈને રૂપિયાના થેલા બતાવી રજીસ્ટ્રાર કચેરીમાં જઇ દસ્તાવેજમાં સહી કરી આપવાનું કહેતા સહી કરી આપી હતી. જેથી દસ્તાવેજની કામગીરી પૂર્ણ થતા ખેડૂતને રાજુભાઈએ કહ્યું કે ચાલો બહાર તમારા રૂપિયા આપી દઈએ. બહાર આવીને રાજુભાઈએ કહ્યું કે તમે બેસો હું પાર્ટી પાસેથી રૂપિયા લઈને આવું છું. ત્યાર પછી રાજુભાઈ પાછા ન આવતા તેઓને વારંવાર ફોન કરવા છતાં ફોન ઉપાડેલ નહીં અને મોડી રાત્રે રાજુભાઈનો ફોન આવેલ અને કહ્યું કે આપણે જે પાર્ટીને જમીન આપી છે તેઓએ આપણી સાથે છેતરપિંડી કરી છે. ચિંતા ના કરશો હું બધુ બતાવી દઈશ.
આ પણ વાંચોઃ Fraud with Textile Trader : સુરતમાં લેભાગુ તત્વોને લઈને ગૃહપ્રધાન લાલ, મોટા માથા બહાર આવવાના એંધાણ
પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે જાણ કરી - ખેડૂતને પોતાની સાથે છેતરપિંડી થયો હોવાનું માલૂમ થતા તેઓએ પાટડી પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી. તા 20-5-22 ના રોજ પાટડી પોલીસ મથકે જમીન ખરીદનાર ગૌરાંગભાઈ નાથાલાલ પટેલ રહે અમદાવાદ, કૌશિકભાઇ મકરંદ ભાઈ પટેલ રહે વિરમગામ, રાજુભાઈ ગોવિંદભાઈ મકવાણા રહે વિરમગામ, અશ્વિનભાઈ ભાઈ રબારી. રહે ફુલેત્રા તા કડી, ગફૂલભાઈ રૂડાભાઈ રબારી.રહે રકનપુર તા. કલોલ, મૌલેશ ભાઈ બેચરભાઈ ભરવાડ. રહે સાણંદ, ધીરુભાઈ ગોકા ભાઈ ભરવાડ.રહે જૂડા સાણંદ, અજય ભાઈ જીતેન્દ્રભાઈ શુક્લા રહે લુણાસણ તા કડી. વાળા વિરુદ્ધ છેતરપિંડી કરી ગુનો કર્યા બાબતની ફરિયાદ નોંધાવતા પાટડી પીએસઆઇ ડીજે ઝાલા, તથા ધાંગધ્રા સી પી આઈની ટીમ દ્વારા મૌલેશ બેચર ગોહેલ, હિરૂભાઇ ગોકા મકવાણા અને ગફુલભાઇ ચુંડાભાઇ રબારીને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.