ETV Bharat / state

Hillary Clinton visits Dhrangadhra Kuda desert: અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનએ ધ્રાંગધ્રા તાલુકાના કુડા રણની મુલાકાતે - Hillary Clinton visited Kuda Ran of Dhrangadhra

અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને ધ્રાંગધ્રા તાલુકાના કુડા રણની મુલાકાત લીધી હતી અને મીઠુ પકવવાની પ્રક્રિયા સમજી હતી. સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાના રણમાં મોટાપાયે અગરિયાઓ દ્વારા રણમાં વસવાટ કરી મીઠું પકવવામાં આવે છે.

Hillary Clinton visits Dhrangadhra Kuda desert

author img

By

Published : Feb 7, 2023, 1:27 PM IST

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનએ ધ્રાંગધ્રા તાલુકાના કુડા રણની મુલાકાતે

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જીલ્લામાં મોટાપાયે અગરિયાઓ દ્વારા તનતોડ મહેનત કરી મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. દેશ વિદેશમાં અગરિયાઓ દ્વારા પકવેલ મીઠું મોકલવામાં આવે છે. અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનએ ધ્રાંગધ્રા તાલુકાના કુડા રણની મુલાકાત લીધી હતી અને મીઠુ પકવવાની પ્રક્રિયા સમજી હતી. અગરિયાઓની મીઠું પકવવાની આખી પ્રક્રિયાને સમજીને એમની સાથે સંવાદ કર્યો હતો.

હિલેરી ક્લિન્ટનએ કરી મુલાકાત: સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાના રણમાં મોટાપાયે અગરિયાઓ દ્વારા રણમાં વસવાટ કરી મીઠુ પકવવામાં આવે છે. અગરિયાઓ રાત દિવસ જોયા વગર તનતોડ મહેનત કરી મીઠાનુ ઉત્પાદન કરે છે અને મીઠાને દેશ વિદેશમાં મોકલવામાં આવે છે. તેમજ દેશમાં સૌથી વધુ મીઠાનુ ઉત્પાદન સુરેન્દ્રનગર જીલ્લામા થાય છે ત્યારે અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનએ ધ્રાંગધ્રા તાલુકાના કુડા રણની મુલાકાત લીધી હતી. જ્યાં અગરિયાઓની મીઠું પકવવાની આખી પ્રક્રિયાને સમજીને એમની સાથે સંવાદ કર્યો હતો.

50 મિલિયનનું ફંડ: અગરિયાઓને રણમા પડતી તકલીફો અને સમસ્યાઓ વિશે તેમજ સરકાર દ્વારા અગરિયાઓને આપવામા આવતી સુવિધાઓ અને સહાય અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. અગરિયાઓના રહેઠાણ, તેમની જીવનશૈલી વિશે પણ જાણકારી મેળવી હતી અને ખુબ પ્રભાવિત થયા હતા. સાથે હાલ સમગ્ર વિશ્વમાં ક્લાયમેન્ટ ચેન્જની છે જેના કારણે પર્યાવરણ નુકશાન થઈ રહ્યું છે. જેને બચાવવા માટે આપણે આગળ આવવું પડશે. અમારી સંસ્થા તે માટે કાર્ય કરવા આગળ આવી છે. આ સંસ્થા દ્વારા 50 મિલિયનનું ફંડ ઉભું કરીને આ કાર્ય આગળ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો Apsara Iyer President of Harvard Law Review: 136 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ભારતીય અમેરિકન મહિલા હાર્વર્ડ લો રિવ્યૂના પ્રમુખ તરીકે ચૂંટાઈ

મહિલા સશક્તિકરણ: મહિલા સશક્તિકરણ તેમજ ક્લાયમેન્ટ ચેન્જ અને મીઠું પકવનાર અગરિયા ભાઈ બહેનોને પણ આર્થિક રીતે વધુ મદદ મળી શકે અને તે લોકો વધુ કામ કરી શકે તે માટે સંસ્થા કાર્ય કરવા માટે આગળ આવશે. કાર્યક્રમમાં સોલારનો વપરાશ કરવાથી અગરિયા ભાઈ બહેનોને આર્થિક ફાયદો થયો છે તેમજ ડીઝલ નો વપરાશ નહિવત થતા પર્યાવરણ ની પણ જાળવણી થઈ શકી છે.

આ પણ વાંચો Turkey Earthquake update: તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 4000ને પાર, 15,000થી વધુ લોકો ઘાયલ

મહિલાઓ સાથે સંવાદ: યોજાયેલ કાર્યક્રમમાં બિલિશ મેડેલા ફાઉન્ડેશન, રોકેર ફિલર ફાઉન્ડેશન, ક્લિન્ટન ફાઉન્ડેશનના ના આગેવાનો તેમજ જિલ્લા કલેકટર ધારાસભ્ય સહિત અગરિયા માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ મહિલાઓ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો અને અગરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થામાં કામ કરતી મહિલાઓએ પણ પોતાની વાત કરી હતી. જેમાં સંસ્થામાં આવ્યા પછી તેમને શું ફાયદો થયો તેમજ આગામી દિવસોમાં કેવી રીતે કામ કરવું તે બાબતનું માર્ગદર્શન પણ મળી રહે તે જરૂરી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.