સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ તાલુકાના 70 જેટલા ગામો નર્મદાના નીરથી (Surendranagar Farmers demand for Narmada water) વંચિત હોવાની ફરિયાદો (Narmada water shortage in the villages of Surendranagar) ઊઠી રહી છે. ત્યારે પાણીની પળોજણથી રોષે ભરાયેલા ખેડૂતો કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા (Farmers Protest in Surendranagar) આવ્યા હતા. અહીં તેમણે તંત્રને ચીમકી આપી (Farmers threatened agitation) હતી કે, જો 15 દિવસમાં નર્મદાનું નીર નહીં આવે અને આ અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું.
આ પણ વાંચો- દિલ્હી ખેડૂત હિંસા ઘટના બાદ ખેડૂતોના વિરોધમાં ડીસાના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર
ખેડૂતોએ અગાઉ CMને કરી હતી રજૂઆત - સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં નર્મદાના નીર આપવા (Surendranagar Farmers demand for Narmada water) અંગે ખેડૂતોએ અગાઉ મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી. તે સમયે દોઢ મહિનામાં પાણી આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ 2 માસ જેટલો સમય વિતવા છતાં પાણી આપવા મામલે કોઈ જ કામગીરી કરવામાં ન આવતા ખેડૂતોએ તંત્ર સામે બાંયો (Farmers Protest in Surendranagar) ચઢાવી છે. ખોડુ, નગરા, કુંતલપુર, રાવળીયાવદર સહિતના ગામોના આગેવાનો અને ખેડૂતો રજૂઆત કરવા કલેક્ટર કચેરીમાં દોડી આવ્યા હતાં.
આ પણ વાંચો- કૃષિ કાયદાની જાહેરાત કરી તેમાં અમને શંકા, પી.એમએ સત્ર બોલાવીને જાહેરાત કરવી જોઈએ
ખેડૂતોએ રેલી યોજી - ખેડૂતોએ રેલી યોજી કલેક્ટર કચેરીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ (Farmers Protest in Surendranagar) પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, પાણી આપવા મામલે અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. માત્ર અમને આશ્વાસન આપવામાં આવે છે. હાલ ગામડામાં પાણીના સ્તર પણ ઊંડા ચાલ્યા ગયા છે. આથી નર્મદાના પાણી (Surendranagar Farmers demand for Narmada water) સિવાય કોઈ વિકલ્પ નથી. ત્યારે તંત્ર દ્વારા આ મામલે 15 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે. તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન (Farmers threatened agitation) કરશે. તેમ જ જરૂર પડશે તો આત્મવિલોપન અને વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી (Farmers Protest in Surendranagar) પણ ઉચ્ચારવામાં આવી હતી.