લખતર તાલુકાના ગામના ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. જેની માટે તંત્ર જવાબદાર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. 2012માં બનાવેલી કેનાલ આડી બની હોવાથી પાણીનો નિકાલ થતો નથી. જેના કારણે આશરે 200 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. જેથી વરસાદ પહેલાં કપાસનું વાવેતર કરનાર 2થી 3 હજાર ખેડૂતોનો પાક નિષ્ફળ નીવડ્યો હતો.
આ અંગે ગ્રામજનોએ કલેક્ટર, CM ઓફિસ અને સ્થાનિક તંત્રમાં પણ લેખિત તેમજ મૌખિત રજૂઆત કરી હતી. છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેથી રોષે ભરાયેલાં ખેડૂતો તંત્રમાં વહેલામાં વહેલી તકે યોગ્ય પગલાં લેવાની માગ કરી રહ્યા છે, અને જો આ માગ પૂરી કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.