સુરેન્દ્રનગર: જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના વાઈરસના લક્ષણો ધરાવતા દર્દીઓને જોવા મળતા જિલ્લાના શહેરી વિસ્તારોમાં લોકોમાં ચિંતાનું મોજુૂં ફરી વળ્યું છે. ત્યારે જિલ્લાની અમુક સોસાયટીને વહીવટી તંત્ર દ્વારા બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને આ વિસ્તારમાં અમર સોસાયટી, દેવ નગર શક્તિ સોસાયટી, ગોપી સોસાયટી અને પંચવટી સોસાયટીના 140થી વધુ ઘર અને 560થી વધુ લોકોને આ બફર ઝોન વિસ્તારમાં સમાવી લેવામાં આવ્યા છે. આ લોકોને જીવન જરુરિયાતની વસ્તુઓ પણ વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જ્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તાવી ગામે રહેતા લતાબેન સમીરભાઈ બુટીયા ઉવ 35 ને કોરોના વાયરસના લક્ષણો દેખાતા મહિલાની પણ કોરોના તપાસ કરવામાં આવતા આ મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. નાના એવા ગામમાં પણ કોરોના વાયરસે એન્ટ્રી લેતા સમગ્ર વિસ્તારને પોલીસ બંદોબસ્ત સાથે પ્રવેશબંધી કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ ના 22 કેસો સામે આવ્યા છે. તેમાંથી ત્રણ દર્દીઓ કોરોના વાયરસને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે 19 કોરોના વાયરસના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ત્યારે જિલ્લામાં એક જ સપ્તાહમાં કોરોના વાયરસના 19 કેસો સામે આવ્યા છે, ત્યારે જિલ્લામાં ફફડાટ ફેલાયો છે.