- બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ
- કોંગ્રેસના ધારાસભ્યોના બાવળીયા સહિત ભાજપ સરકાર સામે આકરા પ્રહારો
- ચાલુ બેઠકમાં વિરોધ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો
સુરેન્દ્રનગર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે સમગ્ર રાજ્યના દરેક જિલ્લાઓમાં કોરોના માહામારીને રોકવા 'મારૂ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ત્યારે, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેબીનેટ પ્રધાન કુંવરજી બાવળીયાની અધ્યક્ષતાની સમીક્ષા બેઠકમાં કોગ્રેસના ધારાસભ્યઓએ વિરોધ કરતા બેઠક સમેટી લેવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો.
આ પણ વાંચો: 'મારૂં ગામ કોરોનામુક્ત ગામ': ગામડાંઓને કોરોનામુક્ત બનાવવા મુખ્યપ્રધાન રૂપાણીનો માસ્ટર પ્લાન
MLA નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા દ્વારા હોબાળો
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના માહામારીને ધ્યાને લઈને કેબીનેટ પ્રધાન કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં કોગ્રસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા સહિતના કોગ્રેસના આગેવાનો ચાલુ બેઠકમાં આવી પહોંચ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં કોગ્રેસના ધારાસભ્યની અવગણના કરી માત્ર ભાજપના ધારાસભ્યો અને આગેવાનોને બોલાવવામાં આવ્યા હોવાનો અને આ સમીક્ષા બેઠક નહી પરંતુ, ભાજપનું કાર્યલય બનાવી દીધુ હોવાનો આક્ષેપ કરી પ્રધાન સહિત ભાજપ સરકાર પર આકારા પ્રહારો કર્યા હતા.
સરકાર નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપો
કોગ્રેસના ધારાસભ્યોની ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ગણતરીની મિનિટોમાં સમેટી લઈ બાવળીયા અને આગેવાનોએ નવા સર્કીટ હાઉસ તરફ ચાલતી પકડી હતી. જ્યાં કોગ્રેસના ધારાસભ્યઓએ આકારા પ્રહારો કરી જિલ્લામાં કોરોના માહામારી નાબૂદ કરવા તેમજ દર્દીઓને ઓક્સિજન, ઇન્જેક્શન, બેડ સહિતની સુવિધાઓ પુરી પાડવા તંત્ર અને સરકાર નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ભાજપ સરકાર દ્રારા રાજકીય ભેદભાવ ભૂલી કોગ્રેસના ધારાસભ્યને સંકલનમાં રાખી કોરોના મહામારી રોકવા સંયુક્ત પ્રયાસો હાથ ધરવાની માગ કરી હતી.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં મુખ્યપ્રધાને મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો કરાવ્યો પ્રારંભ
ખૂટતી સુવિધાઓ પુરી પાડવાની ખાતરી
કુંવરજી બાવળીયાએ તમામ આક્ષેપને નકારી કાઢી વહીવટી તંત્રના સંકલનના આભાવે કોગ્રસના ધારાસભ્યને આમંત્રણ ન આપ્યુ હોવાનું જણાવ્યુ હતુ. કોરોના મારામારીની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર, આરોગ્ય વિભાગ અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી કોરોના દર્દીઓ માટે તમામ પ્રકારની ખૂટતી સુવિધાઓ પુરી પાડવાની ખાતરી આપી હતી.