ગુજરાત વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગત PGVCL,UGVCL,DGVCL અને MGVCLદ્વારા જુનિયર આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં લાયકાત બાબતે ફેરફાર કરવામાં આવ્યા છે, હાલ વર્ષે નિગમ દ્વારા લાયકાતમાં સુધારો કરીને ભરતી ફરીથી બહાર પાડવામાં આવતા વિદ્યાર્થી ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આથી આ મામલે વિદ્યાર્થી સંગઠનના હિતમાં કામ કરતી સંસ્થાના નેજા હેઠળ વિદ્યાર્થી ઉમેદવારોએ કલેકટર કચેરીએ દોડી આવી અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓએ યાંત્રિક સંવર્ગની એન્જિનિયરની લાયકાત સમાવેશ બધી જ ભરતી પ્રક્રિયામાં કરવામાં આવે, શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન 55 ટકા ધરાવતા ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવી શકે તે નિર્ણય તાત્કાલિક દૂર કરવો, શૈક્ષણિક લાયકાતમાં ફક્ત રેગ્યુલર કોર્સ કરેલ વિદ્યાર્થી જ ફોર્મ ભરી શકે એ નિયમ બનાવ્યો છે, તે નિયમ બાબતે યોગ્ય કરવુ, સહિતની બાબતોનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની માંગ ઉઠાવી હતી.