ડો.મહેન્દ્ર ભાઈ મુંજપરા પોતે ચુવાળીયા કોળી સમાજમાંથી આવે છે અને ડોક્ટર છે. તેઓ સેવાકીય પ્રવુતિ સાથે પણ જોડાયેલા છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, કેમ્પ દ્વારા લોકોને મદદરૂપ થવું તેમજ ટોકન ફી લઈને તબીબી સેવા કરવી તેવા કાર્યમાં પણ આગળ છે. આ સાથે ચુવાળીયા કોળી સમાજમાંથી આવતા ડો.મહેન્દ્ર મુંજપરા પોતે M.B.B.S. છે અને બધા સમાજના લોકોને સાથે તેમણે સારા સંબંધો છે. તેમજ વિવિધ સમાજના કાર્યક્રમમાં પણ તેમને પોતાની સેવા આપેલી છે.
ખાસ વાત કરીયે તો આ વખતે સુરેન્દ્રનગર માટે યોગ્ય ઉમેદવાર ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવી હોય તેવું લાગે છે. કારણ કે, આ ઉમેદવારને સુરેન્દ્રનગરમાં પોતાની હોસ્પિટલ છે અને પોતે ડોક્ટર છે. ટિકિટ માટે પસંદગી થતા તેમને વડાપ્રધાન તેમજ મુખ્યપ્રધાન અને ભાજપના કાર્યકર્તા ઓનો આભાર માન્યો હતો. કહ્યું હતું કે ‘હું જીતીશ તેવો વિશ્વાસ છે’. પ્રજાનો સેવક થઈને પણ હું સેવા કરીશ. જિલ્લામાં રહેતો હોવાથી શહેરની શું સમસ્યાઓ છે તેનાંથી પરિચત છું અને તે દૂર કરવા માટેના મારા પ્રયત્ન હશે. હું એક તબીબ હોવાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મારી પકડ છે. માટે તે મારા માટે ફાયદાકારક છે. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ડો. મહેન્દ્ર મુંજપરાનું નામ ધ્રાંગધ્રા વિધાનસભામાંથી હતું. પરંતુ હાલ ભાજપ દ્વારા લોકસભાની સીટ આપવામાં આવી છે.