જિલ્લામાં બહુજન ક્રાંતિ મોરચા, ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરચાના નેજા હેઠળ તેમજ સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં લોકો સાથે મહિલાઓએ બોર્ડ બેનર સાથે રેલી યોજીને અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મોડાસા તાલુકાના સાયરા ગામની અનુસૂચિત જાતિની યુવતી ઉપર થયેલા અમાનુષ્ય ઘટનાને પગલે પીડિત યુવતીના પરિવારને એક કરોડની સહાય આપવા તેમજ જવાબદાર અપરાધીઓ સામે તાત્કાલિક પગલાં ભરીને સજા આપવાની માગ કરી હતી. આ ઉપરાંત પીડિત પરિવારના સભ્યોને SRPનું રક્ષણ આપવા, સમગ્ર તપાસ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં તેમજ આ બાબતે સમયસર એફઆઈઆર ન નોંધનાર પોલીસ અધિકારી સામે પણ તાત્કાલિક પગલાં ભરીને સસ્પેન્ડ કરવાની માગ ઉઠાવી અને અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.