- ચોરવિરા ગામનો જવાન ફરજ દરમિયાન શહિદ
- ચોરવિરા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાના ચોરવિરા ગામનો જવાન ફરજ દરમિયાન શહિદ થયો હતો. જમ્મુ અને કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા યુવાનને ગોળી વાગતાં શહિદ થયો હતો. સાયલા તાલુકાના છેવાડાના ચોરવિરા ગામનો યુવાન 14 માસ પહેલા દેશની રક્ષા કાજે આર્મીમા જોડાયો હતો.
સેનાની ટ્રેનિંગ પૂર્ણ કરી દોઢ માસ પહેલા લેહ ખાતે ફરજમાં મુકવામાં આવ્યો હતો. મંગળવારે બપોરે ભરત દરમિયાન માથામાં ગોળી વાગવાથી સેવા અને સુરક્ષા માટે જવાન શહીદ થતા પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે. પોતાના વતન ચોરવિરા ખાતે ગાર્ડ ઓફ ઓનર અને દેશ ભક્તિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.