- સુરેન્દ્રનગરમાં NCP દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ
- બેઠક NCPના પ્રદેશ મહિલા પ્રમુખ અને ચૂંટણી પ્રભારી રેશમા પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
- રેશમા પટેલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના NCPના ઉમેદવારો પણ જાહેર કરાયા
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર ખાતે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ની રોટરી કલબ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં NCPના પ્રદેશ મહિલા પ્રમુખ અને ચૂંટણી પ્રભારી રેશમા પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન રેશમા પટેલે ભાજપ પર કર્યા આકરા પ્રહારો
વિગતો મુજબ, આ બેઠક દરમિયાન રેશમા પટેલે ભાજપ સરકાર સામે ભ્રષ્ટાચાર, વિકાસ અને કોરોના કાળ દરમિયાન નિષ્ફળ કામગીરીનો વિરોધ કરી આકરા પ્રહારો કર્યા હતા તેમજ આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના NCPના ઉમેદવારો પણ જાહેર કર્યા હતા.
લોકપ્રશ્રો તેમજ બુથ વાઈઝ કંટ્રોલરૂમ કાર્યરત કરવાની ખાતરી આપી
તેમજ ટૂંક સમયમાં નગરપાલિકાના ઉમેદવારનાં નામની જાહેરત કરવામા આવશે તેમ વધુમાં જણાવ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે NCP દ્વારા તમામ પ્રકારની લડત આપવાની તૈયારી પણ દર્શાવી હતી. તેમજ ત્યારબાદ લોક પ્રશ્નો માટે લોકોને પડતી સમસ્યા માટે બુથ વાઈઝ કંટ્રોલરૂમ કાર્યરત કરવાની ખાતરી આપી હતી.