સુરેન્દ્રનગર દસાડાથી બહુચરાજી જવાના રોડ પર આવેલા વાલેવડા ગામના વળાંક પાસે કારનું ટાયર ફાટતા પલટી મારી હતી. જેમાં કારમાં સવાર શંખલપુરના 29 વર્ષના ગોવિંદ બળદેવ ઠાકોર અને હાસલપુરના જીવાંજી ભગાજી ઠાકોરના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં કારનું ટાયર ફાટતા કાર પલટી મારી જતાં થોડીવાર માટે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
જો કે, દસાડા પોલીસને આ સમગ્ર ઘટના અંગેની જાણ થતાં PSI સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને ટ્રાફિક સમસ્યા નિવારી બંને મૃતક યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.