ETV Bharat / state

Surat: બે મિત્રો વચ્ચે ડુંગળી કાપવા જેવી નજીવી તકરારમાં યુવકે મિત્રનો જીવ લીધો, જાણો સમગ્ર મામલો - સચિન પોલીસ સ્ટેશન

સુરતના સચિન વિસ્તારમાં ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. બે પરપ્રાંતીય મિત્રો વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારનો મામલો આખરે હત્યામાં પરિણમ્યો હતો. યુવકની હત્યા કરી ફરાર થયેલા હત્યારા મિત્રને પોલીસે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો છે. જાણો શું બન્યું..

Surat Murder
Surat Murder
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2024, 5:18 PM IST

Updated : Jan 3, 2024, 5:45 PM IST

નજીવી તકરારમાં યુવકે પોતાના મિત્રનો જીવ લીધો

સુરત : ક્યારેક નજીવી બાબતમાં મન પર કાળ સવાર થઈ જતા ન બનવાનું બની જતું હોય છે. સુરતમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે મજૂરી કામ કરતા પરપ્રાંતિય બે મિત્રો વચ્ચે ડુંગળી કાપવા જેવી નજીવી બાબતે થયેલી તકરારનો મામલો હત્યામાં પરિણમ્યો હતો. 35 વર્ષીય યુવકની હત્યા કરી ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી ફરાર થયેલા હત્યારા રાજુ ઉર્ફે રાજાને સચિન પોલીસ અને રેલવે પોલીસે જલગાંવ જિલ્લા પાસે ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો.

શું હતો બનાવ ? આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ગુરૂદેવ એન્ટરપ્રાઈઝના ટેરેસ ઉપર 35 વર્ષીય જીઉત કમલા રાજભર હમવતની સાથે રહેતો હતો. જમવાનું બનાવતા સમયે ડુંગળી કાપવા જેવી નજીવી બાબતે તકરાર થઈ હતી. જેમાં મૃતકનો તેના 27 વર્ષીય મિત્ર રાજુ ઉર્ફે રાજા સિયારામ ચૌહાણ સાથે ઝઘડો થયો હતો. આવેશમાં આવીને રાજુ ચૌહાણે તીક્ષ્ણ હથિયાર વડે જીઉતના માથાના ભાગે ઘા માર્યા હતા. ત્યારબાદ જીઉતનું મોત નીપજ્યું હતું.

મિત્ર બન્યો હત્યારો : આરોપી હત્યા કર્યા બાદ ઉધના રેલવે સ્ટેશનથી તેના વતન તરફ ભુસાવલ લાઇનની ટ્રેન મારફતે ભાગ્યો હતો. આ અંગે સચિન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીનું પગેરું મેળવી રેલવે પોલીસને જાણ કરી હતી. સચિન પોલીસ સ્ટેશનના PI આર. આર. દેસાઈના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસની ટીમે મહારાષ્ટ્રના અમલનેર નજીકથી ચાલુ ટ્રેનમાંથી હત્યારા રાજુ ચૌહાણને ઝડપી પાડ્યો હતો.

આરોપી ઝડપાયો : સચિન પોલીસ મથકના PI આર.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી રાજુ ચૌહાણ ટ્રેનમાં બેસીને મહારાષ્ટ્ર તરફ નીકળી ગયો હતો. આ અંગેની જાણકારી અમે રેલવે પોલીસને પણ કરી હતી. તેની ધરપકડ મહારાષ્ટ્રના અમલનેર નજીકથી ચાલુ ટ્રેનમાંથી કરવામાં આવી છે. મૃતક અને આરોપી બંને સાથે હતા. જમવાનું બનાવતી વખતે બંને વચ્ચે ડુંગળી કાપવાને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ આરોપી રાજુએ જીઉતની હત્યા કરી દીધી હતી.

  1. Surat Accident : ચીમની સાફ કરવા ગયેલો શ્રમિક થયો 'રાખ', સુરતના મહુવેજ ગામની ઘટના
  2. સુરતના કઠોદરા ગામે ધડાકા થયા, નજીવી બાબતે ફાર્મ હાઉસ માલિકે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

Last Updated : Jan 3, 2024, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.