દર વર્ષે અકસ્માતમાં અસંખ્ય લોકો મોતને ભેટે છે. જ્યાં અકાળે મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા દેશભરની પોલીસ નવેમ્બરની 17 અને 18 એમ બે દિવસ વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસની ઉજવણી કરી વાહન ચાલકોને અવગત કરાવવાનો પ્રયાસ કરે છે.
સુરત ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ સહિત શાળાના વિધાર્થીઓએ સાથે મળીને અડાજણ વિસ્તારમાં અવેરનેસના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં હાથમાં પ્લે-કાર્ડ લઇ શહેર પોલીસના જવાનો, ટ્રાફિક બ્રિગેડના જવાનો સહિત શાળાના વિધાર્થીઓએ વાહન ચાલકોને જાગૃત કરવાનો પ્રયાસો કર્યા હતા.