ETV Bharat / state

Women’s Day 2022 : રેણુકાના કાઉન્સલિંગથી 150 HIV ગ્રસ્ત માતાઓનું સંક્રમણ બાળકોને થયું નથી - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022:

સુરતમાં રેણુકાબેન નામની મહિલાને એડ્સ (Case in AIDS in Surat) થતાં લોકો તેનાથી દુર ભાગી જતાં હતા. આજે એ જ રેણુકાબેન સિવિલ હોસ્પટિલમાં HIV ગ્રસ્ત ગર્ભવતી મહિલાના નવજાત બાળકોને માતાનું HIV સંક્રમણ સેવા (Women’s Day 2022) આપી રહ્યા છે.

Women’s Day 2022 : રેણુકાના કાઉન્સલિંગથી 150 HIV ગ્રસ્ત માતાઓનું સંક્રમણ બાળકોને થયું નથી

author img

By

Published : Mar 8, 2022, 2:46 PM IST

સુરત : લોકો જ્યારે રેણુકાબેન વિશે પૂછતા હતાં ત્યારે કહેવામાં આવતું કે, એ જ રેણુકાબેનvs એઇડ્સ (Case in AIDS in Surat) થયો છે? આજે એ જ રેણુકાબેન કાઉન્સિલિંગના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં સુરત સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) આશરે દોઢસો HIV ગ્રસ્ત માતાઓનું સંક્રમણ તેમના બાળકોમાં અટકાવ્યું છે.

રેણુકાના કાઉન્સલિંગથી 150 HIV ગ્રસ્ત માતાઓનું સંક્રમણ બાળકોને થયું નથી

આ પણ વાંચો : INTERNATIONAL WOMENS DAY 2022: જાણો, ગુજરાતની એ મહિલાઓ વિશે જે સિંગલ વર્કિંગ વુમનમાં ટોચ પર છે

કેવી રીતે જોડાયા કાઉન્સિલિંગના કાર્યમાં

રેણુકાબેન 16 વર્ષના હતા ત્યારે જ તેમના લગ્ન થઈ ગયા હતાં. પરંતુ પતિની તબિયત એક દિવસ ખરાબ થતા ખબર પડી કે તેમને HIV છે. તેમનું મોત નિપજ્યું હતું. પતિના મોત બાદ રેણુકાબેનને પણ HIV પોઝિટિવ આવ્યો હતો. તેથી બાળકોને પિતાના ઘરે મૂકી તેઓએ પોતાની સારવાર કરાવી. તબિયત સારી થતા પોતાના બાળકોને લાવી નોકરી કરવા લાગ્યા હતાં. પરંતુ આ પરિસ્થિતિના કારણે શિક્ષકની નોકરી પણ છોડવી પડી હતી. ત્યારબાદ તેઓએ HIV ગ્રસ્ત લોકોના કાઉન્સિિંગના કાર્યમાં જોડાઈ ગયાં હતાં.

150 ગર્ભવતી મહિલાના નવજાતનું સંક્રમણ લાગ્યું નથી

રેણુકાબેન એવી મહિલાઓનું કાઉન્સિિંગ કરે છે જે ગર્ભવતી છે સાથે HIV પોઝિટિવ છે. ગર્ભવતી મહિલાથી તેમના ગર્ભમાં રહેલા બાળક સંક્રમિત ન થાય આ માટે તેમને તેઓ કાઉન્સેલિંગ કરે છે. તેમના કાઉન્સિલિંગના કારણે સિવિલ હોસ્પિટલમાં આવેલ HIV ગ્રસ્ત આશરે 150 ગર્ભવતી મહિલાના (AIDS to a Pregnant Woman) નવજાત બાળકોને માતાનું HIV સંક્રમણ લાગ્યું નથી.

આ પણ વાંચો : Women's Day 2022: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 પર બોલિવૂડના આ સિતારાઓની જુઓ એક ઝલક...

ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી હું પસાર થઈ છું

રેણુકાબેને જણાવ્યું હતું કે, આર્થિક સ્થિતિ સારી નહોતી. બંને બાળકોની કાળજી લઇ એકને ડોક્ટર તો બીજાને એન્જિનિયર બનાવીને પગભર કર્યા છે. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ માંથી હું પસાર થઈ છું. અનેકવાર લોકો જ્યારે મારા ઘરે આવતા ત્યારે પડોશીઓને મારૂ ઘર ક્યાં છે એ પૂછતાં તે લોકો કહેતાં કે તમને HIV ગ્રસ્ત રેણુકાબેનના ઘરે જવું છે ? એક મહિલા ત્યારે વધુ શક્તિશાળી બની જાય છે. જ્યારે તે માતા હોય છે.

લોકો અમને અડતા પણ ન હતાં

રેણુકાબેનના પુત્ર ડોક્ટર પ્રતીકે જણાવ્યું હતું કે, HIV ટેગ લઈને ફરવું એ ખૂબ જ આઘાતજનક હતું. ઘરની બહાર પગ મૂકવો પણ ખૂબ જ મુશ્કેલ થઈ જતો હતો. કોઈ બોલાવતું ન હતું અને કોઈ જોતું પણ ન હતું. લોકો અમને અડતા પણ ન હતા અનેક વાર જોયા છે કે લોકો અમને દૂરથી જમવાનું આપતા હતા. પરંતુ જ્યારે એક સ્ત્રી સારા વિચાર સાથે આગળ વધે તો તે ક્યારેય પાછળ જોતી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.