સુરત:અત્યાર સુધી ચેઈન સ્નેચિંગની બનેલી ઘટનાઓમાં પુરુષ આરોપીઓ જ પોલીસના હાથે ઝડપાયા છે. જો કે, પોલીસ ત્યારે ચોંકી ગઈ હતી. વૃદ્ધ મહિલાઓની નજર ચૂકવી સોનાની ચેનની સ્નેચિંગ કરતી 2 ચોર શખ્સ મહિલાને કતારગામ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછમાં ચેન સ્નેચિંગના અન્ય ગુણ ઉકેલાઈ તેવી શકયતા હાલ સેવાઇ રહી છે. બંને મહિલાઓ જુના-નવા કપડાની લે- વેચ કરવાનું કામ કરે છે. દરમ્યાન બજારમાં ફરી ચોક્કસ કોઈ વૃદ્ધ મહિલાને નિશાન બનાવી બંને મહિલાઓ ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપતી હતી.
સુરત પોલીસ ચોપડે ચેન સ્નેચિંગના અસંખ્ય ગુનાઓ નોધાઈ ચુક્યા છે. ઉપરાછાપરી બનેલ ચેન સ્નેચિંગના ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા સુરત પોલીસ ભારે કમરકસી રહી છે. દરમિયાન કતારગામ પોલીસે વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી ચેન સ્નેચિંગ કરતી 2 મહિલાઓને ઝડપી પાડી છે.
બજારમાં ફરી કપડાની લે-વેચનું કામ કરતી રૂપાબેન ભરતભાઇ વાઘેલા અને પરબતબેન સોલંકી બંને સાથે મળી વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી હતી.દરમ્યાન કતારગામ પોલીસે ઘટના સ્થળેથી CCTV ફૂટેજ મેળવ્યા હતાં. જેને આધારે મળેલી માહિતીના આધારે 2 મહિલાઓને ઝડપી પાડી હતી.
બંને મહિલાઓની પૂછપરછ દરમ્યાન કતારગામ પોલીસ ચોપડે નોંધાયેલ ચેન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.જ્યાં પોલીસે સ્નેચિંગ કરેલ સોનાની ચેનનો મુદ્દામાલ પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલી બંને મહિલાઓ સાંજના સમયે શાકભાજી માર્કેટ જેવી ભીડભાડવાળી જગ્યાઓ પર વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી હતી. ચેઈનની ઘટનાને અંજામ આપ્યા બાદ ટ્રેન મારફતે પોતાના વતન જતી રહેતી હતી. આ સમગ્ર ઘટનનાના CCTV ફૂટેજ પણ ચોંકાવનારા છે.
સુરતમાં આવા અસંખ્ય ચેન સ્નેચિંગના બનાવો ભૂતકાળમાં પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. જે ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસ હાલ નિષ્ફળ પુરવાર થઇ છે. જો કે, કતારગામ પોલીસને મળેલી સફળતા દરમ્યાન ચેન સ્નેચિંગના અન્ય ગુનાના ભેદ ઉકેલાઈ છે કે, કેમ તે જોવું રહ્યું.