સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં કપડા ધોઈ રહેલી મહિલાનું દાદર ધરાશાયી થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
કતારગામમાં રહેતી મહિલા બાલ્કની નીચે કપડાં ધોઈ રહી હતીએ સમયે અચાનક દાદર તેની પર ધસી પડ્યો હતો. જેને લઈને મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં બિલ્ડીંગના સર્વે થયા બાદ પણ કામગીરી ન થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતુ. નિસર્ગ વાવાઝોડા અગાઉ પાલિકા કમિશનર જાતે અને સ્ટાફ પણ જર્જરીત બિલ્ડીંગની મુલાકાત લેવા આવ્યા હતા. તેમ છતાં આવી જર્જરીત બિલ્ડીંગમાં લોકો રહેતા હોવાના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતુ.