- હરિઈચ્છા ઇન્ડસ્ટ્રીયલની લિફ્ટમાં મહિલાનું માથું આવી જતા મોત નીપજ્યું
- મહિલા અગેલ બેરિંગ સ્પેરપાર્ટ્સના ગોડાઉનમાં કામ કરતી હતી
- ગ્રાઉન્ડ ફ્લોરના ભાગેથી પ્રથમ માળે જતા સર્જાઇ દુર્ઘટના
સુરત : જિલ્લાના ઉધના ખાતે હરિઈચ્છા ઇન્ડસ્ટ્રીયલની લિફ્ટમાં મહિલાનું માથું આવી જતા મોત થયું છે. મહિલા અગેલ બેરિંગ સ્પેરપાર્ટ્સના ગોડાઉનમાં કામ કરતી હતી. ગ્રાઉન્ડ ફ્લોરના ભાગેથી પ્રથમ માળે બેરિંગનો સામાનની અવરજવર કરતા સમયે આ દુર્ઘટના બની હતી.
ઉધના પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા રામ નગર ખાતે રહેતા 39 વર્ષીય મહિલા પૂજા ઈન્દોરવાળા ઉધના હરિઈચ્છા ઇન્ડસ્ટ્રીયલમાં અગેલ બેરિંગમાં નોકરી કરતા હતા. શુક્રવારના રોજ નોકરી દરમિયાન લિફ્ટમાં મહિલાનું માથું આવ્યું જતા તેનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાને પગલે કર્મચારીઓમાં નાસભાગ મચી હતી. પોલીસને આ અંગે જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઉધના પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મહિલાનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ સ્મિમેર હોસ્પિટલ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.